ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં વાતાવરણમાં પલટો: વરસાદનું જોર ઘટ્યું પણ ક્યારે થશે ચોમાસું સમાપ્ત? જાણો - Gujarat weather update

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદની સ્થિતિ હતી. જે હવે ધીમે ધીમે ઘટી રહી છે. આ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેમજ કયા કેટલી વરસાદની સંભાવના છે, ઉપરાંત રાજ્યમાં ચોમાસાની ઋતુની સમાપ્તિ ક્યારે થશે તે માટે આગાહી કરી છે. જાણો. Gujarat weather update

રાજ્યમાં કઈ તારીખે થશે ચોમાસું સમાપ્ત?
રાજ્યમાં કઈ તારીખે થશે ચોમાસું સમાપ્ત? (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2024, 9:00 PM IST

Updated : Sep 10, 2024, 4:45 PM IST

હૈદરાબાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદની સ્થિતિ હતી. જે હવે ધીમે ધીમે ઘટી રહી છે. બે અઠવાડિયા પહેલા રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ઘણા બધા જિલ્લોઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું, પરંતુ હવે વાતાવરણમાં ફરી પલટો આવતા વરસાદનું જોર ઘટ્યું છે. અહી નોંધનીય બાબત એ છે કે સંપૂર્ણ ગુજરાતમાં હવે માત્ર ઉત્તર ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિ છે. ઉપરાંત હાલ માત્ર ચાર જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD)

8 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી: હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદની શક્યતા નહિવત છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD)

9 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી:હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદની શક્યતા નહિવત છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD)

10 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી: હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદની શક્યતા નહિવત છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ હવમાન વિભાગનું પૂર્વાનુમાન (IMD)

11 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી:હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં એટલે કે સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ વરસાદની શક્યતા નહિવત છે.

રાજ્યના ચાર જિલ્લામાં આગાહી: અહીં નોંધનીય બાબત એ છે કે, આગામી ચાર દિવસોમાં ગુજરાતનાં ચાર જિલ્લાઓ એટલે કે સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી મહત્તમ દિવસે છે. આથી આ ચાર જિલ્લાઓમાં વરસદથી કાળજી રાખવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ગુજરાતમાં વરસાદનું પૂર્વાનુમાન (IMD)

રાજ્યમાં ચોમાસાની શરૂઆત:ગુજરાતમાં ચોમાસાનું આગમન આ વર્ષે 15-20 જૂનના આસપાસ શરૂ થયું હતું. જ્યારે 25-26 જૂનના આસપાસ સમગ્ર રાજ્યમાં છૂટચવાય સ્થળોએ વરસાદનું આગમન થઈ ગયું હતું. આમ રાજ્યમાં ચોમાસાની ઋતુને શરૂ થઈને લગભગ ત્રણ મહિના થઈ ચૂક્યા છે. આ દરમિયાન ચાર મહિનાની આ ઋતુ ક્યારે સમાપ્ત થશે તે માટે હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસુ સમાપ્તિની તારીખ (IMD)

રાજ્યમાં ચોમાસાની સમાપ્તિ: ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર સામાન્ય રીતે કચ્છ વિસ્તારમાં 20 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરમાં ચોમાસુ પૂર્ણ થશે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં ચોમાસું પૂર્ણ થશે. આમ વાસ્તવમાં સંપૂર્ણ ગુજરાતમાં સોમસની ઋતુની સમાપ્તિ 3 થી 5 ઓક્ટોબરની વચ્ચે થશે અને ત્યારબાદ શિયાળાની ઋતુનું આગમન થશે.

આ પણ વાંચો:

  1. રાજ્યમાં આગામી 6 દિવસ 'ભારે', આ જિલ્લામાં યેલો અને ઓરેન્જ એલર્ટ - gujarat weather update
  2. આ વરસાદે તો ખરેખર જીવ લીધા: રાજ્યમાં આ સિઝનના વરસાદને કારણે કુલ 49 લોકો અને 2618 પશુઓના મોત - Death due to heavy rains
Last Updated : Sep 10, 2024, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details