ગાંધીનગર:ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારતના સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (ટીટીએફ)નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. ફેરમા ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાત લીધી હતી. રામુજી ફિલ્મ સિટીના સ્ટોલને જોઈને તેમણે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમને જણાવ્યું કે હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સીટી દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી છે. ત્યાં અતિ આધુનિક ફિલ્મ નિર્માણ ટેકનોલોજી અને માસ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રામોજી ફિલ્મ સિટીમાં ભારતના પ્રવાસન ઉદ્યોગને બુસ્ટ આપવાની ક્ષમતા છે. કારણ કે આ ફિલ્મ સિટીની મેં ખુદ પણ મુલાકાત લીધી છે.
પ્રવાસન મંત્રીએ રામોજી ફિલ્મ સિટી જેવી ફિલ્મ સિટી ગુજરાતમાં પણ બને તે માટે રામોજી ગ્રુપને આમંત્રણ પણ આપ્યું છે. રામોજી ફિલ્મ સિટીના સ્ટોલમાં તેમણે રામોજી ગ્રુપના અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ ખૂબ જ હકારાત્મક રહ્યો હતો. ભારતમાં ટુરીઝમ સેક્ટરને ડેવલોપ કરવામાં રામોજી ગ્રુપના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.
પર્યટન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ એકબીજા સાથે મીટીંગ કરશે. આ મીટીંગથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થશે. ટ્રાવેલ એન્ડ ટૂર ફેરમા અને દેશોના અને ભારતના મોટાભાગના રાજ્યોના સ્ટોલ છે આ સ્ટોલમાં તે રાજ્યના પ્રવાસન સ્થળો અને ત્યાં આપવામાં આવતી સુવિધા અંગે માહિતી આપવામાં આવી છે. ફેરમાં બીટુબી મીટીંગો થશે. આ મીટીંગોને કારણે યાત્રીઓને વ્યાજબી કિંમતમાં શ્રેષ્ઠ ટુરિસ્ટ પેકેજ મળશે.
રામુજી ફિલ્મ સિટીના વેસ્ટર્ન રિઝનના ચીફ મેનેજર સંદીપ વાઘમારે જણાવ્યું હતું કે, એક્ઝિબિશનમાં રામોજી ફિલ્મ સિટીને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષે પણ અમે એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો ગુજરાત ટુરીઝમ સેક્ટર માટે મોટું માર્કેટ છે. ગુજરાતના લોકો ખૂબ જ પ્રવાસ કરે છે. રામોજી ફિલ્મ સિટી ગુજરાતીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. રામોજી ફિલ્મ સિટીમાં પ્રવાસીઓ માટે અલગ અલગ કેટેગરીના ટુર પેકેજ, હોટેલ, કન્વેન્શન સેન્ટર સહિતની સુવિધાઓ છે. અમદાવાદની કંપનીઓ રામોજી ફિલ્મ સિટી આવીને ત્યાંના આકર્ષણનો આનંદ ઉઠાવે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુ બેરા ફેરમા રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી છે. મુળુભાઈએ ભૂતકાળમાં રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લીધી છે. તેમને રામોજી ફિલ્મ સિટી ખૂબ જ સારી લાગી હતી. દરેક ગુજરાતી પ્રવાસીઓએ દુનિયાની સૌથી મોટી રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવી જોઈએ. ફિલ્મ સિટીમાં પ્રવાસીઓ માટે એક દિવસીયા ટુરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રામોજી ફિલ્મ સિટીમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે મનોરંજનની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
''અમે રામોજી ફિલ્મ સિટીની ટુરનું આયોજન નિયમિત કરીએ છીએ. થોડા દિવસમાં 18 પ્રવાસીઓનું ગ્રુપ રામોજી ફિલ્મ સિટી જશે. અમદાવાદથી હૈદરાબાદ તેઓ ફ્લાઇટમાં જશે. તેઓ બે દિવસ રામોજી ફિલ્મ સિટીમાં રોકાશે. તેથી અમે રામોજી ફિલ્મ સિટીના સ્ટોલની મુલાકાતે આવ્યા છીએ. અહીંથી અમને ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. સ્ટોલના અધિકારીઓએ અમને ખૂબ જ સારી રીતે રામોજી ફિલ્મ સિટીમાં રોકાવા અને ફરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમને સારામાં સારું પેકેજ પણ મળ્યું છે.''- આકાશ પટેલ, ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના વ્યવસાયી, વિદ્યાનગર
''અમે દર વર્ષે ટી ટી એફ ની મુલાકાત લઈએ છીએ. રામોજી ફિલ્મ સિટી પ્રવાસીઓને ખૂબ જ આકર્ષક ટુર પેકેજ ઓફર કરે છે. ફિલ્મ સેટિંગના સિટીમાં દરેક વય જૂથના પ્રવાસીઓ માટે ખૂબ સારા પેકેજ છે. ફિલ્મ શેટ્ટીના સ્ટોલની મુલાકાતથી મને ખૂબ જ સારી માહિતી મળી છે. જે માહિતીથી હું અત્યાર સુધી અજાણ હતી. હવેથી હું દરેક પ્રવાસીને રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવા માટે ભલામણ કરીશ'' - કિન્નરી પટેલે, મુલાકાતી
"હૈદરાબાદ દુનિયાની સૌથી મોટી રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મો નિર્માણથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સહિતની તમામ સુવિધાઓ છે. હું જ્યારે રામોજી ફિલ્મ સીટી ગયો હતો ત્યારે શોલે ફિલ્મનો બસંતી પાછળ ગુંડાઓ દોડે છે તે સીન કેવી રીતે ફિલ્મ આવવામાં આવ્યો તેની આપણને જાણકારી મળે છે. દરેક પ્રવાસીએ રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેવી જોઈએ. ત્યાં મનોરંજન માટે વિવિધ શો ડેસ્ટિનેશન વેડિંગ કોર્પોરેટ ઇવેન્ટ થાય છે. કોરોના બાદ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો બુસ્ટ મળ્યો છે. ભારતના દરેક સિટીમાં ટુરીઝમ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સરકાર પણ ટુરીઝમના વિકાસ માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ભૂતકાળ કરતાં પાંચ ગણા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે''.-ટૂર ઓપરેટર