ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં સાયબર માફિયાઓએ છેલ્લા 5 વર્ષમાં 1555 કરોડ લૂંટયા - Gujarat News

ગુજરાતમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધતી રહી છે. વર્ષ 2024માં એપ્રિલ સુધી 41,848 ફરિયાદો સામે આવી છે. છેલ્લા 5 વર્ષમાં 2,80,272 ફરિયાદ સાયબર ક્રાઇમની ફરિયાદો ગુજરાતમાં નોંધાઈ છે. 5 વર્ષમાં રૂ.1555 કરોડની છેતરપિંડી સાઈબર માફિયાઓએ કરી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 10:57 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 2,80,272 ફરિયાદ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે. 5 વર્ષમાં રૂ.1555 કરોડની છેતરપિંડી સાઈબર માફિયાઓએ કરી છે. તેવી જ રીતે સાયબર ક્રાઇમમાં 11,69,508 કોલ સાયબર ક્રાઇમના નોંધાયા છે. ગુજરાતના એડીજી એસ. પી. રાજકુમારે જણાવ્યું હતું કે, જનતાને સાયબર ક્રાઈમથી બચાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમથી બચવા લોકોને જરૂરી સૂચનો કરવામાં આવશે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સાયબર ક્રાઈમની ફરિયાદો અને કોલ્સઃગુજરાતમાં સાયબર ક્રાઇમની ઘટના સતત વધી રહી છે. વર્ષ 2020માં સાયબર ક્રાઇમના 24,689, વર્ષ 2021માં 67,879, વર્ષ 2022માં 2,82,881, વર્ષ 2023માં 6,46,834 અને એપ્રિલ 2024 સુધી એક લાખ 147,225 સાયબર ક્રાઈમના કોલ પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે ફરિયાદની વાત કરવામાં આવે તો વર્ષ 2020 માં 23,055 ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદો અનુક્રમે વધીને 28,908, 66997, 1,19,464 અને વર્ષ 2024 એપ્રિલ સુધી 41,848 થઈ છે. આમ સૌથી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદ વર્ષ 2023 માં એક લાખ 19 હજાર 664 નોંધાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 2.80 લાખ સાયબર ક્રાઇમ ની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

કુલ 1555 કરોડની છેતરપિંડીઃ સાયબર ક્રાઇમમાં લોકો સાથે છેલ્લા 5 વર્ષમાં 1555 કરોડની છેતરપિંડી થઈ છે. વર્ષ 2020માં 95.29 કરોડ, વર્ષ 2021માં 147.88 કરોડ, વર્ષ 2022માં 306.40 કરોડ, વર્ષ 2023માં 630.5 કરોડ અને એપ્રિલ 2024 સુધી 375.95 કરોડની છેતરપિંડી કરવામાં સાયબર માફીયા સફળ થયા છે.

વિવિધ મોડસ ઓપરેન્ડીઝઃસાઇબર ક્રાઇમની ઘટનાઓ રોકવા માટે લોકજાગૃતિ ખૂબ જ જરૂરી છે. સાયબર ક્રાઇમની સૌથી વધુ ઘટના ખોટી ઓળખ આપીને છેતરપિંડી થાય છે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે પણ લોકોને છેતરવામાં આવે છે ઓનલાઇન શોપિંગ ફ્રોડ, સાઈબર, લોન એપ્લિકેશન ફ્રોડ, જોબ ફ્રોડ , હોટેલ બુકિંગ ફ્રોડ, લિંક ફ્રોડ કરીને લોકોને ચૂનો ચોપડવામાં આવે છે. પ્રખ્યાત હોટલો અને રિસોર્ટના નામે બોગસ જાહેરાત આપીને ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે આ જાહેરાતમાં બસ મોટું ડિસ્કાઉન્ટ ની લાલચ આપવામાં આવે છે ઓનલાઇન બુકિંગ કરાવીને જે પેમેન્ટ ગ્રાહક આપે તે બારોબાર સાયબર માફિયા ચાઉ કરી જાય છે. સોશિયલ મીડિયામાં ફેક facebook આઇડી નાખીને પણ છેતરપિંડી કરવામાં આવે છે. સાયબર ફ્રોઈડ સમાજમાં અટકાવવા માટે લોકજાગૃતિ ખૂબ જ મહત્વની છે. આપણે આપણી બેન્ક એકાઉન્ટ અને અંગત વિગતો ઓનલાઈન શેર કરવી જોઈએ નહીં. અજાણી લિંક ઓપન કરવી જોઈએ નહિ. ત્રાહિત વ્યક્તિને OTP જાહેર કરવો ના જોઈએ. સાયબર માફી આવો લિંક મોકલીને મોબાઇલમાં આવેલી તમામ અંગત માહિતી પ્રાપ્ત કરી લે છે બાદમાં આ માહિતીના આધારે લોકો સાથે છેતરપિંડી કરે છે.

ઈન્વેસ્ટમેન્ટ સ્કેમની ભરમારઃ રોકાણ માટેના ફ્રોડ આજકાલ ખૂબ વધી રહ્યા છે. શેર માર્કેટ ના રોકાણ કરો ની ગોપનીય વિગતો જાહેર થાય છે. શેર માર્કેટમાં ઈન્ટરનેશનલ ફ્રોડ ખુબજ વધી રહ્યું છે. બનાવટી વેબસાઇડ ઉપરથી શેર માર્કેટનું ફ્રોડ ચિંતાજનક વધી રહ્યું છે. શેર માર્કેટ ફ્રોડમાં ગ્રાહકને નકલી શેર સર્ટિફિકેટ આપવામાં આવે છે. શેરમાં બોગસ નફાના મેસેજ પણ મોકલવામાં આવે છે. ગ્રાહક જ્યારે નફાની રકમ ઉપાડવા જાય ત્યારે તેમની પાસે પ્રોસેસના નામે બેન્કની વિગતો માગવામાં આવે છે. ગ્રાહક નફાની લાલચમાં બેંકની વિગત આપે ત્યારે તેના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. આ પૈસા તાત્કાલિક વિદેશની બેંકો માંથી ક્રિપ્ટો કરન્સીના નામે ઉપાડી લેવામાં આવે છે. તેથી શેર માર્કેટમાં થયેલા સાયબર ક્રાઇમના પૈસા રિકવરીમાં પોલીસને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. હોંગકોંગ, કંબોડિયા, ચાઇના સહિતના દેશોમાંથી શેરબજારના નામે ફ્રોડ કરવામાં આવે છે. શેર બજારમાં આઇપીઓના નામે પણ ચીટીંગ કરવામાં આવે છે.

વિવિધ એજન્સીઓના નામે ફ્રોડઃતાજેતરમાં સીબીઆઇ, ઈડી અને ઇન્કમટેક્સ જેવી ઇન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે થતા સાઈબર ફ્રોડમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. સાયબર માફીયા સોશિયલ મીડિયા મારફતે લોકોની અંગત જાણકારીઓ મેળવે છે. આ જાણકારીના આધારે તેઓ સામાન્ય લોકોને એજન્સીઓના નામે ડરાવી ધમકાવીને પૈસા પડાવે છે. કોઈ ઉદ્યોગકાર મોંઘી કાર લાવે તો તેમને ઇન્કમટેક્સની નકલી નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસના નામે ડરાવા ધમકાવવામાં આવે છે. અને પછી સમાધાનના નામે મસ મોટી રકમ ઓનલાઇન પડાવવામાં આવે છે. લોકોને સાઇબર ક્રાઈમથી બચાવવા માટે ગુજરાત પોલીસ સતત લોકજાગૃતિ માટે પ્રયાસો કરી રહી છે.

  1. રાજકીય પક્ષના નામે ડોનેશન ઉઘરાવનાર આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો - Ahmedabad Cyber Crime Branch
  2. Dahod Crime : સાયબર ગઠીયાઓ બેફામ, જુદી જુદી ઘટનાઓના પાંચ આરોપીઓને ઝડપી લેતી દાહોદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ

ABOUT THE AUTHOR

...view details