જુનાગઢ: ગીર વિસ્તારના ઉના કોડીનાર અને ગીર ગઢડા વિસ્તારના કેટલાક આંબાવાડીઓના જૂજ આંબાના ઝાડ ઉપર કેરી લાગેલી જોવા મળી રહી છે, એક જ ઝાડ પર આંબાના મોર ખાખડી કેરી પૂર્ણ કદની કેરીનું ફળ અને આંબામાં આ સમયે જોવા મળતી ફ્રૂટ ગ્લોબલ વોર્મિંગ ની સાથે ખેડૂતો દ્વારા જે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, તેની વિપરીત અસરને કારણે આ સમયે આંબામાં કેરી જોવા મળે છે.
શિયાળામાં આંબા પર આવી કેરીઓ: ગીર વિસ્તારમાં શિયાળાના સમયે આંબામાં કેરી મોર ખાખડી અને વૃક્ષમાં નવી ફુટ જોવા મળી રહી છે, એક સાથે આંબામાં જોવા મળતી ચાર દેહ ધાર્મિક ક્રિયાઓ ગ્લોબલ વોર્મિંગ અને ખેડૂતો દ્વારા આડેધડ અને જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતા રસાયણોની આડ અસરને કારણે જોવા મળે છે.
સામાન્ય રીતે આંબામાં મોર આંબાનું વૃક્ષ ફળ આપવા માટે તૈયાર થાય તે પૂર્વે આવતા હોય છે. જેના માટેનો સમયગાળો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનો હોય છે, પરંતુ નવેમ્બર મહિનાની મધ્યમાં આંબામાં મોરની સાથે ખાખડી અને પૂર્ણ કદની કેરીઓ જોવા મળી રહે છે, જે આંબાના પાક માટે કેટલાક અંશે ચિંતાજનક માનવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉના-કોડીનાર અને ગીર ગઢડા તાલુકાના કેટલાક આંબાવાડીઓના એકલ દોકલ ઝાડમાં જોવા મળે છે પરંતુ આ સમસ્યા સાર્વત્રિક બને તો આંબાના પાકને મોટું નુકસાન થઈ શકે છે.
કલટાર અને અન્ય રસાયણો જવાબદાર: કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી રમેશભાઈએ નવેમ્બર મહિનામાં આંબામાં કેરી આવવાની સ્થિતિને ગ્લોબલ વોર્મિંગની સાથે ખેડૂતો દ્વારા માર્ચ મહિનામાં પૂર્ણ કદની કેરી બજારમાં આવે અને સારા બજાર ભાવ ખેડૂતોને મળી રહે તે માટે કલટાર અને અન્ય કેટલાક રસાયણોનો ઉપયોગ ખેડૂતો બાગાયત પાક સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોની ભલામણની વિરુદ્ધમાં અને સૂચવેલા પ્રમાણ કરતાં અધિક પ્રમાણમાં રસાયણો અને કલટાર આપતા હોય છે તેવી માહિતી આપી હતી. આવી પરિસ્થિતિમાં આંબાનું ઝાડ ગરમીમાં જોવા મળે છે જેને કારણે તેમાં મોર આવવાની શરૂઆત થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ બાગાયત પાક અને ખાસ કરીને આંબાના પાક માટે નુકસાનકારક માનવામાં આવે છે.
ગીર વિસ્તારના કોડીનાર ઉના અને ગીર ગઢડા તાલુકાના કેટલાક આંબાવાડીયાના એકલ-દોકલ વૃક્ષમાં કેરીના ફળ આવેલા જોવા મળે છે જે ચિંતાજનક બાબત છે, પરંતુ જો આ જ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે સામાન્ય બનતી જાય તો ઉનાળાની જગ્યા પર ડિસેમ્બર મહિનામાં આંબામાં કેરી આવતી જોવા મળી શકે છે, જેની પાછળ ગ્લોબલ વોર્મિંગ અને એક માત્ર આડેધડ અને જરૂર કરતાં વધારે પ્રમાણમાં રસાયણોના ઉપયોગને માનવામાં આવશે.
બારમાસી આંબામાં વર્ષમાં બે કરતાં વધુ વખત કેરી: બારમાસી આંબાની પરિસ્થિતિ વિપરીત જોવા મળે છે, આંબો બાર મહિના ફળ અને ફૂલ ધારણ કરી શકે તે માટે તેને ખાસ પ્રકારે કલમ દ્વારા તૈયાર કરાયો હોય છે, જેથી બારમાસી આંબામાં વર્ષમાં ઓછામાં ઓછી બે વખત કેરી આવતી હોય છે. પરંતુ સામાન્ય રીતે આંબાવાડીમાં જોવા મળતા આંબાના વૃક્ષોમાં વર્ષમાં એક વખત અને તે પણ માર્ચ એપ્રિલની સિઝનમાં કેરી માટે પ્રખ્યાત માનવામાં આવે છે.
જો આ રીતે આંબામાં કેરી નવેમ્બર મહિનામાં જોવા મળે તો પરાગનયનની જે ક્રિયા છે તેના પર પણ વિપરીત અસર પડે છે, સાથે-સાથે જે આંબાવાડીમાં આજે કેરી જોવા મળે છે તે બની શકે કે કેરીના સાચા સમય એટલે કે માર્ચ મહિનામાં કે ત્યારબાદના સમયમાં કેરીનું આવરણ ઓછું કે નહીંવત પણ જોવા મળી શકે છે.