અમદાવાદઃગુજરાતમાં આવેલા રામસર સાઈટ અને વેટલેન્ડની જાળવણીને લગતી એક સુઓ મોટો અરજી ગુજરાત હાઇકોર્ટમાં લેવા માં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને આધારે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે સુઓ મોટુ અરજી લેવામાં કરવામાં આવી છે.
આ મામલે કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં હાઇકોર્ટમાં આ મુદ્દે સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. જેમાં નળ સરોવર અને રામસર સાઈટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દેશના વિભિન્ન સ્થળોએ આવેલી રામસર સાઈટની જાળવણીને લઈને એક વિસ્તૃત ઓર્ડર આપ્યો છે. જે મુજબ ભારતની દરેક રામસર સાઈટની યોગ્ય જાળવણી થઈ રહી છે કે કેમ? તે અંગે જે તે વિસ્તારની હાઇકોર્ટ સુઓ મોટુ અરજી લેશે. સુપ્રીમ કોર્ટના આ વિસ્તૃત હુકુમમાં દેશની રામસર સાઈટનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પાંચ વેટલેન્ડ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નળ સરોવર, વઢવાણ, થોળ અને ખીજડીયા રામસર સાઈટનો સમાવેશ થાય છે અને નાડા બેટ ભારતનો સૌથી મોટું વેટલેન્ડ છે. જે ભારત અને પાકિસ્તાન બંનેમાં વિસ્તૃત છે.