ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ ગેંગ રેપ કેસને ઝડપથી ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટે આપ્યો આદેશ

માંગરોળ ગેંગ રેપ કેસને 11 નવેમ્બરથી ઝડપથી દરરોજ સુનવણી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ આપ્યો છે.

માંગરોળ ગેંગ રેપ કેસને ઝડપથી ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટે આપ્યો આદેશ
માંગરોળ ગેંગ રેપ કેસને ઝડપથી ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટે આપ્યો આદેશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 7:47 PM IST

અમદાવાદ: માંગરોળ ગેંગરેપ કેસમાં 3 આરોપીઓ સામે ગુજરાત હાઇકોર્ટે ચાર્જ ફ્રેમ કર્યો છે. આ કેસમાં માત્ર 15 દિવસમાં જ ગ્રામ્ય પોલીસે 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં ચાર્જ ફ્રેમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ કેસમાં સગીરા સાથે ગેંગરેપ કરનારા 3 આરોપીઓ પૈકી 1 નું મોત થયું છે, જ્યારે અન્ય 2 આરોપીઓ વિરુદ્ધ 11મી નવેમ્બર થી દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા:આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે. આરોપીને કડક સજા થાય તે માટે કેસમાં BNSની સેકશન 72 (2) માં જે જોગવાઈ હોય છે તેને પણ આવરી લેવામાં આવી છે. ઉપરાંત સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. ગ્રામ્ય પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટમાં 467 મહત્વના પન્ના છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે.

ગેંગરેપ કેસની ચાર્જશીટ ગ્રામ્ય પોલીસે રજૂ કરી: આ કેસ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, માંગરોળમાં જે ગેંગરેપની ઘટના બની તેના કેસની ચાર્જશીટ પોલીસે હાઇકોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં પ્રોસિક્યુશન દ્વારા હાલમાં દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટ તરફથી સમજૂતી મેમોરેન્ડમ ગણવામાં આવે છે. આ કેસમાં કુલ 96 જેટલા દસ્તાવેજી પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે આ કેસને ફટાફટ ચલાવવા માટે નોટિફિકેશન મોકલીને સૂચના આપવામાં આવી છે. એ મુજબ આ કેસની પ્રાથમિકતામાં પૂરતા પ્રયત્નો પ્રોસિક્યુશન તરીકે કરવાના છીએ. ત્યારે આરોપી તરફથી લીગલ એડમાંથી વકીલની ફાળવણી કરાઇ છે જે આરોપીઓનો કેસ લડશે.

3 આરોપીઓએ સગીરા સાથે ગેંગરેપ કર્યુ: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના 8 ઓક્ટોબરના રોજ રાત્રે 11:45 થી 11: 15 વાગ્યા વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા બોરસરા ગામની સીમના ખેતરમાં એક સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે આરોપીઓ મુન્ના કરબલી પાસવાન, શિવશંકર દયાશંકર ચોરસિયા અને રાજુભાઇ ત્યાં આવ્યા હતા. સગીરા અને તેના મિત્રને તમે અહીં કેમ ઊભા છે તેમ કહીને ધમકાવ્યા હતા અને ત્યારબાદ સગીરા અને તેના મિત્રને મારવાનું શરુ કર્યું હતું. આરોપીઓએ બંનેના મોબાઈલ લઈ લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું.

3 આરોપીઓએ ગુન્હો કબૂલ્યો:ત્યાર બાદ સગીરાએ બૂમાબૂમ કરી મુકતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારે આરોપીઓ ડરીને પોતાની બાઇક છોડીને નાસી ગયા હતા. ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શંકર ચોરસિયાને શોધી રહી હતી. આરોપીને સુરત ક્રાઇમની ટીમ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આરોપી મુન્ના પાસવાનની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે તડકેશ્વર નજીક આરોપી નજરે આવ્યો હતો. આરોપી મુન્ના પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. તેને રોકવા પોલીસે ફાયરિંગ કર્યું હતું. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના PI જીતેન્દ્ર ગોસ્વામિએ તેની ઉપર ફાયરિંગ કર્યું હતું. ગોળી મિસ થઇ જતા આરોપી બચી ગયો હતો. ત્યારબાદ આરોપીએ સરેન્ડર કરી દીધું હતું. પોલીસને ઘટના સ્થળ પર જે બાઇક મળી હતી તે અન્ય કોઇ વ્યક્તિના નામે હતી. ત્યારે વધુ તપાસ કરતા પોલીસને આરોપી મુન્ના અને શિવ શંકર પીપોદરા GIDCમાં મળ્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓને પૂછપરછ કરી હતી. ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો.

પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા: આ કેસમાં જ્યારે ત્રણેય આરોપીની ઓળખ થઈ ત્યારે સુરત શહેર ડીસીપી તેમજ સુરત ગ્રામ્યના LCB, SOG પેરોલ ફર્લો સ્કવોર્ડ સહિતના સ્થાનિક પોલીસના તમામ અધિકારીઓની ટીમ મળીને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકીકલ સર્વેલન્સથી તપાસ કરતા ખબર પડી હતી કે આરોપી તડકેશ્વર વિસ્તારમાં છે. ત્યાર પછી એક આરોપીને પકડી પાડવા માટે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. હાલમાં પોલીસ પૂછપરછ દરમિયાન શિવ શંકર નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એ બાદ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આરોપી મુન્નાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details