અમદાવાદઃઅમદાવાદના સોલા-હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મને બનાવ બન્યો હતો. ગત જુન મહિનામાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે દુષ્કર્મ પીડેતાએ ગર્ભપાત કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે એક મોટો નિર્ણય કરતા દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની મંજૂરી આપી છે.
17 અઠવાડિયાનો ગર્ભઃ અમદાવાદની 27 વર્ષે દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે દુષ્કર્મથી ઉદભવેલા ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, દુષ્કર્મ પીડીતાને બાળકને જન્મ આપવા પડે તો માનસિક, શારીરિક અને સામાજિક પીડાનો સામનો કરવો પડે, તમામ સિચ્યુએશન અને પાસાઓને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. આ પીડીતાએ 17 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
કરાઈ મેડિકલ તપાસઃઆ મામલે મેડિકલ તપાસ બાદ કોટે મંજૂરી આપી એક્સપર્ટ ડોક્ટર્સ દ્વારા યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પીડીતા ગતરોજ તેના વકીલ સાથે ઉપસ્થિત થઈ હતી અને તેની ઓળખાણ કોર્ટ સમક્ષ કરાઈ હતી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની જોગવાઈને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે.
મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો:નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને ચિંતાજનક આંકડાઓ બહાર પાડ્યા છે. તે અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓની છેડતી, માર ઝુડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં સતત વધારો થઈ રહ્યા છે અને દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત-આઠ હજાર કેસ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓની સલામતી પર પ્રશ્ન થાય તેવા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2018 થી 2022 સુધીમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના આંકડાઓ ચોંકાવનારા છે. તે દરમિયાન 23117 કેસ મહિલાઓ પરના અત્યાચારના નોંધાયા છે. તો બીજી તરફ ગુજરાતમાં વર્ષ 2020-21 માં 2076, વર્ષ 2021-22 માં 2239 અને વર્ષ 2022-23માં 2209 જેટલી બળાત્કારની ઘટનાઓ બની છે. આ ત્રણ વર્ષ દરમિયાન કુલ 6524 બળાત્કારની ઘટના બની છે અને સાથે જ સરેરાશ ગુજરાતમાં મહિને 175 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. તદ ઉપરાંત ગુજરાતમાં સામૂહિક બળાત્કારના કેસો પણ ચોંકાવનારા છે. જેમાં વર્ષ 2020-21માં આ ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27 કેસ નોંધાયા હતા, તો વર્ષ 2021-22માં 32 અને 2022-23 માં 36 કેસ નોંધાયા હતા. આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે.
- 'તારો તેની સાથે શું સંબંધ છે?' મોરબીમાં અજાણ્યા યુવકના ફોનના ચક્કરમાં ગયો મહિલાનો જીવ, પતિ પર લાગ્યો ગંભીર આરોપ
- પીરાણાની સમસ્યાનો હવે થશે નિકાલ: અમદાવાદમાં બન્યો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ