ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવ્યાંગોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર, પાંચ વર્ષમાં રૂ. 650 કરોડથી વધુની સહાય ચુકવાઈ

ગુજરાત સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજના અમલી બનાવી, જે અંતર્ગત પાંચ વર્ષમાં રાજ્યના 6.20 લાખથી વધુ દિવ્યાંગોને રૂ. 650 કરોડથી વધુની સહાય ચુકવાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (freepik.com)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ગાંધીનગર :શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવતા વર્ષ 2016 માં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016 પસાર કર્યો છે, જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજના અમલી બનાવી છે.

દિવ્યાંગો માટે કલ્યાણકારી યોજનાઓ :ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, ST બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે.

પાંચ વર્ષમાં રૂ. 650 કરોડથી વધુની સહાય :ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લોકો માટે કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં 6.20 લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 650 કરોડથી વધુની સહાય ચુકવાઈ છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે. દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ આ યોજના થકી સાર્થક થયો છે.

દિવ્યાંગોની વિશેષ ઓળખ ‘યુનિવર્સલ ID કાર્ડ’ :ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના ‘યુનિવર્સલ ID કાર્ડ’ સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘યુનિવર્સલ ID કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ I.D. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી. બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.

સંત સુરદાસ યોજનામાં નવી અને સરળ જોગવાઈ :80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજનાનો લાભ મેળવવા માટે B.P.L. કાર્ડ ધારક તથા 0 થી 17 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી, જેને દૂર કરવામાં આવી છે. પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતા ધરાવતા લોકોને માસિક રૂ.1,000 સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત આવી દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિના સહાયકને એસ.ટી. બસમાં 100 ટકા મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે.

ST બસ મુસાફરી પાસ આજીવન માન્ય :દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અગાઉ દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું. પરંતુ હવે રાજ્ય સરકારે આ પ્રમાણપત્ર અને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ આજીવન માન્ય કરવાનો નિર્ણય કર્યો છે.

3 ડિસેમ્બર ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ :સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે 3 ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2024 ની થીમ ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે.

  1. રાજ્યની તમામ હોસ્પિટલને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સુચના
  2. મિનિ પાવાગઢનું 2ના કરોડના ખર્ચે નવીનીકરણ, સીએમ કરશે લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details