મોરબીથી ગાંધીનગર કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે આ યાત્રામાં કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત ઘણા પીડિત પરિવારના સભ્યો પણ જોડાયા છે, મોરબીથી આ યાત્રા આગળ વધી ત્યારે વરસતા વરસાદ વચ્ચે કાર્યકરોએ આગેકૂચ જાળવી રાખી હતી.
ગુજરાતમાં કોંગ્રેસની 'ન્યાય યાત્રા'નો પ્રારંભ, મોરબીથી ગાંધીનગર કોંગ્રેસની કૂચ - Congress Nyay Yatra - CONGRESS NYAY YATRA
Published : Aug 9, 2024, 7:11 AM IST
|Updated : Aug 9, 2024, 2:20 PM IST
મોરબી: મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે. તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રા શરુ કરવામા આવી છે. જેમાં પીડિત પરિવારો ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ભાગ લઈ રહ્યાં છતે. રાજ્યમાં મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં સર્જાયેલી દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારને ન્યાય મળે તે માટે આજથી (9 ઓગસ્ટ 2024) મોરબીથી ન્યાય યાત્રા શરુ કરી છે. જેમાં પીડિત પરિવારો ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો જોડાયા છે. આ ન્યાયયાત્રા મોરબીથી શરુ કરી ગાંધીનગર સુધી જશે. જેમાં વિવિધ સ્થળે સર્જાયેલ દુર્ઘટનાના પીડિત પરિવારો તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાશે. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસની આ ન્યાય યાત્રા આજથી ( 9 ઓગસ્ટ) શરૂ થશે જે 22-23 ઓગસ્ટ સુધીમાં 300 કિમીની યાત્રા સંપન્ન કરશે.
LIVE FEED
મોરબીથી ગાંધીનગર કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા, વરસતા વરસાદ વચ્ચે કાર્યકરોની આગેકૂચ
પીડિત પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી જંપશે નહીં: જીગ્નેશ મેવાણી
મોરબીથી કોંગ્રેસ દ્વારા ગુજરાતની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે, યાત્રા પહેલાં મોરબીમાં ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. ગુજરાતમાં થયેલી અલગ અલગ દુર્ઘટના માં પીડિતો ને ન્યાય મળે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ન્યાય યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં , મોટી સંખ્યામાં પીડિત પરિવાર અને કોંગેસના કાર્યકર્તાઓ જોડાયા છે. આ ન્યાય યાત્રા આજે મોરબી થી શરુ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે મોરબીના દરબારગઢ પાસેથી યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા શહેરમાં અને મોરબી જિલ્લામાં 44 કિલોમીટર જેટલો પ્રવાસ કરશે ત્યારબાદ યાત્રા રાજકોટ તરફ રવાના થશે. રાજકોટ બાદ સુરેન્દ્રનગર, અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર ખાતે 23 ઓગસ્ટના રોજ પહોંચશે. યાત્રાની શરૂઆત મોરબી થી કરવામાં આવતા આજે તેને ક્રાંતિ સભાનું નામ આપવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે જ્યારે યાત્રા પહોંચશે ત્યારે ત્યાં સંવેદના સભા યોજાશે જ્યારે સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે. વિરમગામમાં અધિકાર સભા થશે અને અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં ન્યાય સભા ભરાશે.
મોરબીથી કોંગ્રેસની ગુજરાતની ન્યાય યાત્રાનો પ્રારંભ, યાત્રા પહેલાં મોરબીમાં યોજાઈ ક્રાંતિ સભા
મોરબીથી કોંગ્રેસની ગુજરાતની ન્યાય યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આ ન્યાય યાત્રાની શરૂઆત પહેલાં મોરબીમાં યોજાઈ ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ગુજરાતવાસીઓને કોંગ્રેસની ન્યાય યાત્રાને સહયોગ અને સમર્થન આપવા માટે શક્તિસિંહ ગોહિલની અપીલ
ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓમાં મોતને ભેટેલા અને તેમના પરિવારજનોને ન્યાય મળે તેવા હેતુથી કોંગ્રેસે આજે ગુજરાતમાં ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતવાસીઓને આ યાત્રાને સહયોગ અને સમર્થન આપવાની અપીલ કરી હતી.
આવો છે ગુજરાત ન્યાય યાત્રાનો "રૂટ પ્લાન"!
કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને ગુજરાતો કોંગ્રેસે પોતાની યાત્રાના રૂટની રૂપરેખા પણ સોશિયલ મીડિયા પર જણાવી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, 9મી ઓગસ્ટે મોરબીથી શરૂ આ યાત્રા શરૂ થશે જે ક્યા કયા ગામમાંથી પસાર થશ અને 23મી ઓગસ્ટે ગાંધી નગરમાં સમાપ્ત થશે
ન્યાય યાત્રામાં જોડાવા જીગ્નેશ મેવાણીની હાકલ
મોરબીના દરબાર ગઢ ખાતેથી આજે સવારે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે, ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા એક્સ પર લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવવા માટે અપીલ કરી હતી સાથે જ તેમણે ફરીથી પોતાની આ યાત્રાનો હેતુ દર્શાવ્યો હતો.