અમરેલી:આજે કળિયુગમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે છે જેનાથી માથું શરમથી ઝુકી જાય. અમરેલી જિલ્લાના એક ગામમાં સગા કાકાએ સગી ભત્રીજી સાથે દુષ્કર્મના પ્રયાસની કોશિશ કરી છે ત્યારે શું છે આ કાકા ની કાળી કરતૂત જાણીએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં...
અમરેલીમાં સંબંધો લજવાયાની ઘટના (Etv Bharat Gujarat) સગા કાકા એ જ માનવતા લજવ્યાનો આરોપ
માથે બુકાની બાંધીને પોલીસ ગીરફતમાં આવી રહેલો આ યુવક નાની બાળકી સાથે દુષ્કર્મનો આરોપી છે. આ આરોપીએ પોતાની 3 વર્ષ અને 11 મહિનાની ભત્રીજીને ચોકલેટની લાલચ આપી શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ છે. ફરિયાદ પ્રમાણે કાકાએ પોતાના રૂમમાં બોલાવી ભત્રીજી સાથે દૂષ્કર્મ કરતા ફોટા-વીડિયો મોબાઈલમાં કેદ પણ કરી લીધા હતા ત્યાં સુધી આ માણસની વિકૃત્તા દેખાઈ હતી. એટલું જ નહીં આરોપીના પત્નીએ આ દુષ્કર્મમાં મદદ કરી હોવાનો પણ ઉલ્લેખ ખાંભા પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં છે. ખાંભા પોલીસે તુરંત જ આરોપીની ધરપકડ કરી લોકઅપ સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પિતા સમાન કાકાએ સગી ભત્રીજી સાથે દુષ્કર્મના આરોપથી અરેરાટી
સગા કાકાએ પોતાની 3 વર્ષ 11 મહિનાની ભત્રીજી પર શારીરિક અડપલાં સાથે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. સમગ્ર પંથકમાં કાકાએ આચરેલા અમાનુષી કૃત્ય અંગે આરોપી સામે રોષ જાગ્યો છે.
- 108ની ટીમની સરાહનીય કામગીરી: ભચાઉની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવાઈ
- ચણાના ભાવે કપાસના ભાવને આપી ટક્કર! સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં ઉછાળો