ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે તો સરકારની સહાય પર જ આધાર, પાછોતરા વરસાદમાં જામનગર પંથકના ખેડૂતોની હાલત કરી કફોડી

પાછોતરા વરસાદમાં વરસેલા ભારે વરસાદમાં અનેક રાજ્યના અનેક ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. આવી જ હાલત જામનગર પંથકના ખેડૂતોની પણ થઈ છે.

જામનગર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની
જામનગર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની (Etv Bharat Graphics)

By ETV Bharat Gujarati Team

Published : 10 hours ago

જામનગર:જગતના તાતની આંખમાં આંસુ સુકાતા નથી, તનતોડ કરેલી મહેનત ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દીધું છેસ ત્યારે શનિ-રવિમાં લાલપુરમાં ત્રણ, કાલાવડમાં બે, કલ્યાણપુરમાં સવા બે, ખંભાળીયામાં દોઢ, જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં એકથી છ ઇંચ વરસાદથી મગફળી અને કપાસને પાકને વ્યાપક નુકશાન થયું છે.

ગઇકાલે (રવિવારે) સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

પાછોતરા વરસાદમાં જામનગર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની (Etv Bharat Gujarat)

ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નિકળી છે અને કામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને તેમને આર્થિક ભારે નુકસાન થયું છે. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

ખાસ કરીને, આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી, પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને ગામ લોકો એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી. આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો છે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કાલાવડ તાલુકાના નિકાવામાં 40, ખરેડી 20, મોટા વડાળા 55, ભલસાણ બેરાજા અને નવાગામ 5, મોટા પાંચદેવડામાં 22 મીમી વરસાદ પડયો છે જયારે સીસાંગ, પીપર, બામણ ગામ, ગુંદા, ડેરી, કાલમેઘડા, બાલંભડી, ખરેડી, ભગેડી, ટોળા, ભંગડામાં એક થી અઢી ઇંચ વરસાદ પડયો છે.

ગઇકાલે કલ્યાણપુરમાં મેઘરાજાએ દે ધનાધન કરીને સવા બે ઇંચ વરસાદ વરસાવતાં મોસમનો કુલ વરસાદ 2064 મીમી થયો છે, આજુબાજુના ગામડાઓમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડયો છે. ખંભાળીયામાં ગઇકાલે ફરીથી મેઘરાજાનું આગમન થયું હતું, દિવસ દરમ્યાન 40 મીમી વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 94.71 ઇંચ થયો છે. આજુબાજુના ગામડાઓમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડયો છે, કાલાવડમાં ગઇકાલે બપોરે 4 થી 7 દરમ્યાન અઢી ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં જયારે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત જામવંથલીમાં 52, દરેડમાં 6, પીઠડ 16, લતીપુર 10, જાલીયાદેવાણી 20, લૈયારા 14, સમાણા 5, શેઠવડાળા 23, વાંસજાળીયા 4, ઘુનડા 42, પરડવા 15, પીપરટોડા 17, પડાણા 48, મોડપર 14, હરીપરમાં 9 મીમી વરસાદ પડયો હતો. લાલપુર શહેરમાં શનિવારે 3 ઇંચ વરસાદ પડયો હતો અને આજુબાજુના ગામડાઓમાં પણ શનિ-રવિમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

  1. ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન
  2. વરસાદે કર્યો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો: પાક પર પાણી ફરી વળતાં આર્થિક નુકસાન

ABOUT THE AUTHOR

...view details