સુરેન્દ્રનગર:મહારાષ્ટ્રનાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ત્યારે મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે. તો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત થઈ હતી તેની સાથે જ ખેડૂતોના દેવા માફી માટે પણ જાહેરાત કરવામાં આવી હતી અને હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે, મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે. AAPના નેતાએ હવે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રના સંકલ્પ પત્રની માફક ખેડૂતો અને મહિલાઓ માટે આ પ્રકારની સહાયની માંગ કરી છે.
ઘરના ઘંટી ચાટે બહાર નાને આટો..! મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને 1500 રુપિયા ચૂકવે છે તો ફરીથી ભાજપની સરકાર બનશે તો રકમમાં વધારો કરાશે અને રુ. 2100 કરશે તેવી ભાજપ સરકારે જાહેરાત કરી હતી ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર દ્વારા કમમાં વધારો કરાયો છે તો ગુજરાતની બહેનો સાથે અન્યાય અને ભેદ-ભાવ શા માટે ?- રાજુભાઈ કરપડા, આપ નેતા