નર્મદા: ઉત્તરાયણ પર્વ એટલે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. એટલે કે વર્ષની દર 14મી જાન્યુઆરીના રોજ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, પરિણામે ભારતમાં આ દિવસ મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. અને ભારતીયો ધામ ધૂમથી આ પર્વની ઉજવણી કરે છે. તેમ પણ ખાસ કરીને મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવાનો મહિમા વધુ હોય છે. આ પર્વ નિમિત્તે જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ દોરી ખરીદવા માટે ઉમટી પડ્યા છે.
આ ઉત્તરાયણમાં જોવા મળશે નવો ટ્રેન્ડ: મહત્વની વાત એ છે કે, નવા વર્ષ 2025 નો આઅ પહેલો તહેવાર છે. નવા વર્ષે બજારમાં નવો એક ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો હવે પતંગ, દોરી સાથે આ વખતે બાવલા (માસ્ક) ખરીદી રહ્યા છે. આ બાવલા રાજપીપલાના પતંગ બજારમાં વધુ જોવા મળી રહ્યા છે. 14 જાન્યુઆરીના રોજ ઉજવાતો તહેવાર મકરસંક્રાંતિમાં લોકો પોતાના ધાબાઓ પર પતંગ ચગાવતા વધુ જોવા મળે છે.
આ વર્ષે બાવલાનું વધુ આકર્ષણ: પરંતુ આ વર્ષે ધાબા ઉપર પતંગ દોરી સાથે બાવલા (માસ્ક) વધુ જોવા મળશે. આ બાવલા રાજપીપલા શહેરમાં લોકો પોતાના બાળકો માટે વધુ ખરીદી રહ્યા છે. ત્યારે નાના બાળકો પણ ધાબા પર માસ્ક (બાવલા ) પહેરી ઉત્સવ ઉજવશે. તો 2025 ના નવા વર્ષમાં તમને ધાબા પર કઈક અલગ જ નજારો જોવા મળશે એ વાત તો પક્કી છે.... નાના બાળકોની પતંગ ચગાવવા સાથે મસ્તી પણ જોવા મળશે. જેમાં આ અવનવી વેરાઈટીમાં માસ્કમાં ખોપરી, વાદ્ય, કાર્ટૂન, જોકર જેવા અનેક બાવલાનું વધુ આકર્ષણ અને વેચાણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: