ગાંધીનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા-૨૦૨૪ માટેની અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ- -૨૦૨૪ માં જે પરીક્ષાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં "સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ પૂરક-૨૦૨૪ પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન: પૂરક પરીક્ષા ૨૦૨૪ માટેનું રજીસ્ટેશન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
પરીક્ષા માટેનું ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ ૨૨/૦૫/૨૦૨૪ હતી જે વધુ એક દિવસ લંબાવીને તારીખ:૨૩/૦૫/૨૦૨૪ સુધી કરવામાં આવી છે.
ખાસ સૂચનો:અન્ય માહિતી એ મુજબ છે કે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૪ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. સંસ્કૃત માધ્યમના એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થી માટેનું આવેદન ઓફલાઇન કરવાનું રહેશે. વિદ્યાર્થીની સહી કરેલ યાદી તથા ડી.ડી બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5,554 જગ્યા માટેની ભરતીની પ્રિલીમરી પરીક્ષા પૂર્ણ - GSSSB CCE RECRUITMENT 2024
- RTOના ધરમ ધક્કા બંધ થશે, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબર્ટ ટેસ્ટ ડ્રાઈવ લેશે - AI based Video analytic technology