વેરાવળમાં ફિશિંગ બોટમાંથી ઝડપાયા પર પ્રાંતિય દારુ-બીયર ગીર સોમનાથઃ વેરાવળ બંદર માદક દ્રવ્યો અને નશાકારક પદાર્થોની હેરફેર માટે કુખ્યાત બનતું જાય છે. વારંવાર આ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર આવતા રહે છે. હવે વેરાવળ બંદરેથી સોમનાથ પોલીસે પરપ્રાંતિય દારુબીયરનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આ મામલે 1ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 2 આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટનાક્રમઃ સોમનાથ પોલીસને વેરાવળ બંદર નજીક ભીડીયા જેટી વિસ્તારમાં જય હરેશ્વરી નામની બોટમાં દારુ હોવાની બાતમી મળી હતી. પોલીસે આ બોટમાં તપાસ હાથ ધરતા 37 બોટલ ભારતીય( પરપ્રાંતિય ) દારૂની સાથે 136 બીયરના ટીન મળીને કુલ રુપિયા 7,25,700 કરતાં વધુનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે આજે મનોજ સોલંકીને પકડી પાડ્યો છે તો અન્ય બે ભાવેશ અને નિતીન સોલંકી સમગ્ર દારૂની હેરાફેરીમાં ફરાર હોવાનું પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આ બંને વ્યક્તિને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ચરસ, ડ્રગ્સ અને હવે દારૂની હેરફેરઃ આજથી થોડા મહિના પૂર્વે વેરાવળના આદરી બંદર પરથી બિનવારસી હાલતમાં લાખો રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો પકડી પકડાયો હતો. જેમાં કોઈ આરોપીની અટકાયત થવા પામી ન હતી પરંતુ એકાદ મહિના પૂર્વે વેરાવળ બંદર પરથી અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ 250 કરોડ કરતાં પણ વધુનું નાર્કોટિક્સ અને વિદેશી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં આજે આરોપીઓ પોલીસ પકડમાં છે. આ હેરફેરના તાર વિદેશ સાથે પણ જોડાયેલા છે. હવે દરિયાઈ અને ખાસ કરીને માછીમારીની બોટમાં દારૂની હેરાફેરી પોલીસ માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય બની રહી છે.
આજે પરપ્રાંતિય દારૂબીયર અને માછીમારીની બોટ એમ કુલ મળીને 7 લાખ 25 હજાર 700 કરતાં વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર મામલામાં સોમનાથ પોલીસની પકડમાં મનોજ સોલંકી નામનો એક માછીમાર પણ છે. અન્ય 2 માછીમારો ફરાર છે. જેને પકડી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે...મનોહર સિંહ જાડેજા ( જિલ્લા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ )
- Navsari Crime : નવસારીમાં 9.14 લાખનો દારુ ઝડપાયો, એકની ધરપકડ, ચાર વોન્ટેડ
- રંગીલા રાજકોટમાંથી છેલ્લા 1 વર્ષમાં 2.5 કરોડનો દારુ ઝડપાયો, સોખડા ગામે બુલડોઝર ફેરવાયું