ગીર સોમનાથ : કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે થોડા દિવસ પૂર્વે જાહેર મંચ પરથી સંત શિરોમણી જલારામ બાપા અને સાઈબાબાને લઈને આપત્તિજનક નિવેદન આપ્યું હતું. જેની સામે હવે રઘુવંશી લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્ત સોમનાથ તીર્થ ક્ષેત્રના રઘુવંશી લોહાણા સમાજે આજે એકત્ર થઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Gir Somnath News : જલારામ બાપા પર ટિપ્પણી વિરુદ્ધ રઘુવંશી લોહાણા સમાજમાં રોષ, ધારાસભ્ય માફી માંગે તેવી માંગ
કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા થોડા દિવસ પૂર્વે સંત શિરોમણી જલારામ બાપા અને સાઈબાબાને લઈને જાહેર મંચ પરથી કેટલુંક નિવેદન આપ્યું હતું જેને આપત્તિજનક માનવામાં આવી રહ્યું છે. તેને લઈને હવે ફતેસિંહ ચૌહાણ સામે રઘુવંશી લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફતેસિંહ ચૌહાણ જલારામ બાપાની સ્વયં માફી માંગે તેવું આવેદનપત્ર કલેક્ટરને આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
Published : Feb 9, 2024, 3:51 PM IST
માફીની માગણી : જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રઘુવંશી લોહાણા સમાજે માંગ કરી હતી કે ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્વયં વીરપુર જલારામ ધામ ખાતે આવીને સંત શિરોમણી જલારામ બાપા સન્મુખ માફી માંગે તેવી માંગ કરી હતી.
જલારામ બાપા ભગવાન સમકક્ષ : સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજના ભગવાન ક્ષમકક્ષ સંત શિરોમણી જલારામ બાપાને લઈને આપત્તિ જનક નિવેદનો કરાયા છે તેની સામે રોષ જોવા મળે છે. આજે સોમનાથ લોહાણા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર મારફતે રજૂઆત કરી હતી. ધારાસભ્ય જેવા જવાબદાર વ્યક્તિઓ કોઈ ધર્મની વ્યક્તિ અને ધર્મ સાથે જોડાયેલા તેમના ઈષ્ટદેવ વિશે જે હિન વાતો કરી રહ્યા છે તેનાથી સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ખૂબ જ અપમાનિત મહેસુસ કરે છે. જલારામ બાપા અને સાંઈબાબા વિરુદ્ધ ફતેસિંહ ચૌહાણે જે શબ્દો વાપર્યા છે તેને સ્વયં વીરપુર ધામ આવીને જલારામબાપા સમક્ષ પરત ખેંચે અને માફી માંગે તેવી માંગ પણ સમસ્ત રઘુવંશી સમાજે કરી છે. ફતેસિંહ ચૌહાણ વીરપુર નહીં આવે તો સમસ્ત લોહાણા સમાજ ફતેસિંહ ચૌહાણ સામે ખૂબ જ આકરો વિરોધ કરશે.