ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ ડિમોલિશન મામલોઃ "હાઈકોર્ટમાં સંતોષકારક નિવેડો નહીં મળે તો સુપ્રિમ કોર્ટ જઈશું" - SOMNATH DEMOLITION IN COURT

ગીર સોમનાથમાં ડિમોલિશનનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં પક્ષકાર સંસ્થાના જનરલ સેક્રેટરી સાથે Etv ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

ગીર સોમનાથ ડિમોલિશન મામલો
ગીર સોમનાથ ડિમોલિશન મામલો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 11:38 PM IST

અમદાવાદઃગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટ આ મામલે 3 ઓક્ટોબરે ચુકાદો આપશે. આ કેસને હાઇકોર્ટમાં ફટકારનાર જમીઅતે ઉલમાય હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર અહેમદ અંસારી સાથે ETV ભારતના સંવાદદાતા રોશન આરાએ ખાસ વાત કરી હતી. જે દરમિયાન તેમણે શું કહ્યું ચાલો જાણીએ....

આની હકીકત એવી છે કે, 27 સપ્ટેમ્બર 2024 ની રાત્રે, ગુજરાતના ગીર સોમનાથમાં સોમનાથ મંદિરની પાસે એક મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 9 મસ્જિદો અને 45 પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખોલવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સતત બે દિવસ સુધી સુનાવણી થઈ અને તમામ દલીલો પૂર્ણ થયા બાદ, ગુજરાત હાઈકોર્ટે 3 ઓક્ટોબરે આ મુદ્દે ચુકાદો આપશે.

આ અંગે જમીયત ઉલેમા હિન્દ ગુજરાતના મહાસચિવ અને આ મામલે કાનૂની લડાઈ લડી રહેલા નિસાર અહેમદ અન્સારીએ કહ્યું કે, અમને કોર્ટ પાસેથી પૂરી આશા છે કે કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપશે, પરંતુ જો ચુકાદો અમારા પક્ષમાં નથી આવે તો, અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીશું અને ન્યાય માંગીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં બંનેના પક્ષો ખૂબ જ સારી રીતે દલીલો કરી. અમારા વતી એડવોકેટ તાહિર હકીમ અને એડવોકેટ મિહિર ઠક્કરે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી અને તેમણે માગણી કરી હતી કે હવે જ્યારે ડિમોલિશન સંપૂર્ણ રીતે થઈ ગયું છે. તો આ જમીનને એ જ હાલતમાં રહેવા દેવી જોઈએ અને તેના પર કોઈ કામ ન કરવું જોઈએ, પરંતુ સરકારી વકીલનું કહેવું છે કે આ જમીન સોમનાથ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે. પરંતુ આમાં અમારો વાંધો છે કે ધાર્મિક સ્થળોના સ્થળે સ્ટે મૂકીને આ જમીનને એ જ સ્થિતિમાં રહેવા દેવી જોઈએ.

દસ્તાવેજ અંગે ઉઠાવવામાં આવતા પ્રશ્નો અંગે નિસાર અહેમદ અંસારીએ જણાવ્યું હતું કે, જ્યારે કોર્ટમાં કબ્રસ્તાન અંગેના દસ્તાવેજ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે અમારા વકીલે જવાબ આપ્યો હતો કે નવાબના સમયમાં નવાબે તે જગ્યા કબ્રસ્તાન માટે આપી હતી તેના દસ્તાવેજ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેની સામે અમે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જઈશું.

  1. હારીજ-ચાણસ્મા હાઇવે પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત અને 7 ઇજાગ્રસ્ત - accident between Echo and trailer
  2. ટંકારાનો ડેમી-3 ડેમ જર્જરિત! તાત્કાલિક ખાલી કરવા સરકારની ભલામણ, ખેડૂતોનો વિરોધ - TANKARA DAM 3 DAM DANGEROUS

ABOUT THE AUTHOR

...view details