ગુજરાત

gujarat

ETV Bharat / state

Gas refilling scam: સુરતના પીપોદરા GIDC માંથી ફરી ઝડપાયું ગેસ રિફલિંગનું કૌભાંડ - undefined

સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામેથી સુરત જિલ્લાની એસોજી દ્વારા બાકીના આધારે ગેરકાયદેસર રીતે એલપીજી ગેસની બોટલોનું ફીલિંગ કરી તેનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરતના પીપોદરા GIDC માંથી ફરી ઝડપાયું ગેસ રિફલિંગનું કૌભાંડ
સુરતના પીપોદરા GIDC માંથી ફરી ઝડપાયું ગેસ રિફલિંગનું કૌભાંડ

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 12:42 PM IST

Updated : Jan 23, 2024, 3:17 PM IST

સુરત: માંગરોળ તાલુકાના પીપોદરા GIDC માંથી સુરત જિલ્લા SOGએ બાતમીના આઘારે બંસરી ટેક્સટાઇલમા આવેલ મહાદેવ કોમ્પલેક્ષમાં માતેશ્વરી ગેસ નામની દુકાનમાં રેડ કરી હતી. પોલીસે અહીંથી ગેરકાયદે ગેસ રિફિલિગ કરી આપતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસને ભારત ગેસ અને HP ગેસ તેમજ ઇન્ડિયન ગેસ વગેરે કંપનીના કોમર્શિયલ તેમજ ડોમેસ્ટિક ગેસના 19 તેમજ ૧૪ કિલોના બાટલા મળી આવ્યા હતા.

પીપોદરા GIDC માંથી વધુ એકવાર ગેસ રિફલિંગનું કૌભાડ ઝડપાયું

કોણ છે આરોપી: ગેરરીતિ અને ગુનાહિત વેપલો ચલાવતા ઝડપાયેલા આ ઈસમનું નામ મહેન્દ્રભાઈ મોહનલાલ ગુજ્જર છે, પોલીસને તેની પાસેથી કુલ 23 બોટલો ગેસ ટ્રાન્સફર કરવાના પાઈપ તેમજ વજન કાંટો મળીને કુલ 63,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીપોદરા GIDC માંથી વધુ એકવાર ગેસ રિફલિંગનું કૌભાડ ઝડપાયું

પોલીસ કાર્યવાહી:સુરત ગ્રામ્ય SOG બી.જી ઈશરાણી એ આ અંગે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ ગેરકાયદે ગેસ રીફલિંગ ન થાય તે માટે અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે ગેસ રીફલિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું.પોલીસે આ મામલે એ આરોપીની અટક કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે.

  1. Bhavnagar murder : ભાવનગરમાં ચકચારી લૂંટ વિથ મર્ડરની ઘટના, જમીનના સોદામાં થઈ બબાલ
  2. AAP MLA ચૈતર વસાવાને 40 દિવસ બાદ મળ્યા જામીન, ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી
Last Updated : Jan 23, 2024, 3:17 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details