ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેતરમાંથી પાણી ઉતરી ગયા બાદ પાક નુકસાન અંગે સર્વેનો નિર્ણય કરાશે - રાઘવજી પટેલ - Gandhinagar News - GANDHINAGAR NEWS

ખેતરમાંથી પૂરના પાણી ઉતરી જાય બાદમાં ખેડૂતોના પાક નુકસાની અંગેના સર્વે અંગે નિર્ણય કરવાનું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. ભારત સરકારના પશુપાલન અને ડેરી, મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 21મી પશુધન ગણતરી આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ગુજરાત અને રાજસ્થાનના નોડલ ઓફિસરોનું તાલીમ સેશન ગાંધીનગર ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાઈ હતી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 3:37 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ ભારત સરકારના પશુપાલન અને ડેરી, મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 21મી પશુધન ગણતરી આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ગુજરાત અને રાજસ્થાનના નોડલ ઓફિસરોનું તાલીમ સેશન ગાંધીનગર ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાઈ હતી. આ ટ્રેનિંગ સેશનમાં ગુજરાત અને રાજસ્થાનના અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં નોડલ ઓફિસરો ટ્રેનિંગ સેશનમાં હાજર રહ્યા હતા.

પશુધન જન ગણનાઃ ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આયોજિત પશુધન જન ગણના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ગુજરાત અને રાજસ્થાનના અધિકારીઓની 21મી પશુધન ગણના અંતર્ગતની તાલીમ આજથી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આ તાલીમનો આજે પ્રારંભ કરાવ્યો હતો. ભારતમાં 21મી પશુની ગણતરી શરૂ થવા જઈ રહી છે. પશુ ગણતરી કરનાર અધિકારીઓ માટે ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. અધિકારીઓને કઈ રીતે ગણતરી કરવી તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં થયેલ અતિ ભારે વરસાદ સંદર્ભે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુદ વરસાદની સ્થિતિ અંગે નિરીક્ષણ કરવા ગયા છે. અતિ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પરંતુ તંત્રની જાગૃતિને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું નથી. જામજોધપુરમાં સોગઠી ડેમમાં ગાબડું પડ્યું હોવાના અહેવાલ અંગે રાઘવજી પટેલે જણાવ્યું કે ગઈકાલે રાત્રે મને ગામના સરપંચ દ્વારા જાણકારી મળી હતી કે સોગઠી ડેમમાં ગામડું પડવાની સંભાવના છે. તેથી મેં તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના મંત્રી કુવરજી બાવળિયાને ટેલીફોનિક જાણકારી હતી અને બનાવ અંગે સચેત રહેવા માટે જાણકારી હતી.

પાક નુકસાનનો સર્વેઃ પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે થશે કે નહીં ? તે પ્રશ્નના જવાબમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ઉતરશે ત્યાર પછી કઈ ખેડૂતને કેવું અને કેટલું નુકસાન છે તે જોઈને સરકાર નિર્ણય કરશે. આવા મહત્વના નિર્ણય અંગે કેબિનેટમાં ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરવામાં આવશે.

  1. ટેકાના ભાવ અને રાજકોટ અગ્નિકાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ બોલ્યા આવું... - Raghavji held press conference
  2. કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે કરાશે- રાઘવજી પટેલ - Raghavji Patel

ABOUT THE AUTHOR

...view details