ગાંધીનગર: લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની મત ગણતરી આગામી તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. જેમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર મત વિભાગની મત ગણતરી માટેનું કેન્દ્ર નક્કી કરી લેવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી સરકારી કોર્મસ અને આર્ટસ કોલેજ, સેકટર- ૧૫ ખાતે યોજાશે. આ સેન્ટરની મુલાકાત જનરલ ઓર્બ્ઝવર વિનયકુમારે પણ લીધી છે.
ગાંધીનગર સંસદીય મતવિભાગની મતગણતરી કેન્દ્ર થયું નક્કી, જનરલ ઓર્બ્ઝવરે લીધી મુલાકાત - Election Counting Centre
ગુજરાતની રાજધાની ગાંધીનગર મતવિભાગની મતગણતરી માટેનું કેન્દ્ર નક્કી કરી લેવામાં આવ્યું છે. જેની મુલાકાત જનરલ ઓર્બ્ઝવર વિનયકુમારે લીધી છે. આ માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી સેન્ટરની સુચારું વ્યવસ્થાની રૂપરેખા પણ રજૂ કરી છે. જાણો સંપૂર્ણ બાબત આ અહેવાલમાં. Gandhinagar Election Counting Centre
Published : Jun 2, 2024, 4:22 PM IST
તૈયારીઓની ટુંકી રૂપરેખા રજૂ કરી:આ સાથે જ વધુ માહિતી મળતા જાણવા મળ્યું છે કે, મત ગણતરીના સુચારું આયોજનનું બારીકાઇથી નિરીક્ષણ જનરલ ઓર્બ્ઝવર વિનયકુમાર, જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે અને જિલ્લા પોલીસ વડા વાસમશેટ્ટી રવિ તેજાએ લીધી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મેહુલ દવેએ સમગ્ર મત ગણતરી સેન્ટર ખાતે કરવામાં આવેલી તમામ તૈયારીઓની ટુંકી રૂપરેખા રજૂ કરીને સમગ્ર તૈયારીથી વાકેફ કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયાએ તમામ સાતેય મત ગણતરી કેન્દ્ર, સી.સી. ટીવી મોનિટરીંગ રૂમ, મીડિયા રૂમ, રાજકીય પક્ષના પ્રતિનિધિઓની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય તમામ વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
જનરલ ઓર્બ્ઝવરએ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી:ઉપરાંત આ બેઠકમાં તમામ એ.આર.ઓ. દ્વારા તેમના વિધાનસભા મતદાર વિભાગમાં મતગણતરી માટે કરવામાં આવેલી તૈયારીઓના સુચારું આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તમામ નોડલ અધિકારીઓએ પોતાની તૈયારીઓની માહિતી આપી હતી. બેઠક બાદ જનરલ ઓર્બ્ઝવરએ મત ગણતરી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. બેઠકમાં તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ, વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.