ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતે ભાવનગર કલેકટર ચેમ્બરમાં ઝેરી દવા ગટગટાવી, જમીન અંગેની રજૂઆત બાદ લીધું પગલું - Farmers suicide attempt - FARMERS SUICIDE ATTEMPT

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામના ખેડૂતે ભાવનગર કલેકટર ચેમ્બરમાં ઝેરી દવા ગટગટાવી હતી. સમગ્ર ઘટના પાછળનું કારણ સગાભાઈ સાથે જમીનની માથાકૂટ હોવાનું સામે આવ્યું હતું. જો કે બનાવ બાદ કલેક્ટર દ્વારા ખેડૂતને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ તંત્રને બનાવને લઈને જાણ કરવામાં આવી હતી.

ખેડૂતે ભાવનગર કલેકટર ચેમ્બરમાં ઝેરી દવા ગટગટાવી, જમીન અંગેની રજૂઆત બાદ લીધું પગલું
ખેડૂતે ભાવનગર કલેકટર ચેમ્બરમાં ઝેરી દવા ગટગટાવી, જમીન અંગેની રજૂઆત બાદ લીધું પગલું

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 7:15 PM IST

સગાભાઈ સાથે જમીનની માથાકૂટ

ભાવનગર : ભાવનગર કલેકટરની ચેમ્બરમાં તળાજા તાલુકાના રાળગોન ગામના ખેડૂતે કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. કલેક્ટરને રજૂઆત કર્યા બાદ રડી પડ્યા અને અચાનક જ સાથે લાવેલા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને પગલે તાત્કાલિક કલેક્ટર દ્વારા પોલીસને જાણ કરીને 108 મારફત ખેડૂતને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતાં.

રજૂઆત કરી દવા ગટગટાવી : ભાવનગર કલેકટર કચેરીએ કલેકટર આર.કે. મહેતાને લેખિત રજૂઆત કરવા માટે તળાજા તાલુકાના રાળગોન ગામના ખેડૂત બાબુભાઈ કાળાભાઈ વળીયા પહોંચ્યા હતાં. તેમણે કલેકટરને લેખિત રજૂઆત કરી અને રસ્તાને લઈને પોતાની પરિસ્થિતિને જણાવી હતી. એટલામાં કલેકટરના જવાબ બાદ પાસે રહેલી ઝેરી દવા અચાનક કાઢીને ગટગટાવી લીધી હતી.

આ ભાઈ આવેલા તો એમને ત્યાં ખેતરમાંથી કોઈ બાજુના ખેતરના રસ્તો કાઢે છે અને એમને કંઈ એની સમસ્યા હતી. રજૂઆત કરવા આવ્યાં હતાં અને દરમિયાન વાત કરતાં કરતાં રડી પડ્યા અને પછી કોઈ પ્રવાહી પી લીધેલું. એટલે અમને પ્રાથમિક રીતે એવું લાગ્યું કે દવા પીધી છે એટલે તરત 108ને બોલાવી છે અને એસપી સાહેબને પણ અમે લોકો જાણ કરી કે સાહેબ આ રીતનું છે એટલે એમને મોકલ્યા છે. અમે તરત જ એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને જે દવા પીધી છે એને પાસ આઉટ કરી છે અને સ્થિતિ સ્ટેબલ છે...આર. કે. મહેતા (કલેકટર )

સગા ભાઇથી હેરાનગતિ :ભાવનગરના તળાજા તાલુકાના રાળગોન ગામના બાબુભાઈ કાળાભાઈ વળીયાએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી કે તેમના ખેતરની બાજુમાં તેમના ભાઈ વનમાળીભાઈ કાળાભાઈની ખેતરવાડી આવેલી છે. જ્યારે તેમના ચાલવાનો રસ્તો આથમણે દિશાએ છે. પરંતુ તેઓ મારા ખેતરમાંથી જબરજસ્તી ચાલી રહ્યા છે અને મને ધાકધમકીઓ આપી રહ્યા છે. તળાજા પોલીસમાં ખોટી ફરિયાદો કરે છે અને અવારનવાર પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈને તળાજા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે. આમ છતાં કોઈ નીવેડો નહીં આવતા તંત્ર કક્ષાએથી મારી સમસ્યા હલ થાય તેવી લેખિત માંગ કરવામાં આવેલી છે.

તળાજા સ્થાનિક તંત્ર સામે સવાલ :કલેકટર કચેરી આવેલા ખેડૂત બાબુભાઈ કાળાભાઈ વળીયાએ અચાનક ઝેરી દવા ગટગટાવવાને પગલે ચારે તરફ ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે કલેક્ટર દ્વારા ડીએસપીને જાણ કર્યા બાદ પોલીસ તંત્ર સમગ્ર ઘટનાને હવે જોઈ રહી છે. પરંતુ ખેડૂત બાલાભાઈએ અગાઉ મામલતદાર, તળાજા પોલીસ સ્ટેશન વગેરેમાં લેખિત અરજીઓ કરી હોવાનું રજૂ કર્યું છે. ત્યારે સવાલ તળાજા પંથકના સ્થાનિક તંત્ર સામે પણ ઊભો થઈ રહ્યો છે.

પીડિતના પુત્રનું નિવેદન : ખેડૂત બાબુભાઈના પુત્ર પંકજભાઈ જણાવ્યું હતું કે અમારે ભાઈઓને છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલવા બાબતને લઈને માથાકૂટ ચાલે છે. અમે દરેક જગ્યાએ લેખિત અરજીઓ કરીને માંગ કરેલી છે. ગૃહમંત્રી સુધી પણ અમે રજૂઆત કરેલી છે પણ નીવેડો આવતો નથી. ત્યારે આમાં મારા પપ્પા કલેક્ટરને રજૂઆત કરવા ગયા અને કલેક્ટર સાહેબે કહ્યું હલ લાવવાની કોશિશ કરીએ છીએ. ત્યારે કલેકટર સાહેબની ચેમ્બરમાં મારા પપ્પાએ દવા પી લીધી હતી. તેથી એમને તાત્કાલિક 108 મારફત હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

વડોદરામાં પરીક્ષામાં ગેરરીતિનો મામલો ગરમાયો, સસ્પેન્ડેડ આચાર્યએ ઝેરી દવા ગટગટાવી - Exam Malpractice Case

Mamlatdar Suicide: ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરતા પહેલાં મામલતદારે પીધી હતી ઝેરી દવા

ABOUT THE AUTHOR

...view details