રાજકોટ : જસદણના ભડલી ફીડરમાં આશરે 108 જેટલા લાઈટ કનેક્શન હતા. જેથી આ ભડલી ફીડર નાનામાં નાનુ હોય તેવું જણાવેલ અને તેથી સોલાર પ્રોજેક્ટ સફળ થશે તથા ખેડૂતોને તેનો લાભ મળશે તેવું જણાવ્યું હતું. સાથે જ સોલાર લાઈટથી લાઈટ બિલ આવશે નહી કે કોઈપણ જાતનો ચાર્જ લાગશે નહીં તેવું કહી ખેડૂતોને વિશ્વાસમાં લઈ સોલાર લાઇટ આપવામાં આવી હતી.
"સોલાર લાઈનમાં નવા કનેક્શન ના આપો" ખેડૂતોની માંગ (ETV Bharat Reporter) ખેડૂતો માટે સોલાર સ્કીમ :આ ઉપરાંત આ સોલાર પ્રોજેક્ટમાં નવા લાઈટ કનેકશન આપવામાં આવશે નહીં, તેવી મૌખિક ખાતરી PGVCL ના અધિકારી તથા જે તે સમયના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જેથી ખેડૂતોએ નવા સોલાર લાઈટ કનેક્શન લીધા હતા. વધુમાં PGVCL દ્વારા મૌખિક ખાતરી આપવામાં આવી કે હાલ સોલાર પ્રોજેકટ અંતર્ગત કુલ 96 લાઈટ કનેકશન આપવામાં આવશે. ત્યારબાદ આ ભડલી ફીડરમાં કોઈપણ પ્રકારના લાઈટ કનેકશન આપવામાં આવશે નહીં.
PGVCL પલટી મારી ગયું ?પરંતુ અન્ય ખેડૂતોએ અરજી કરતા PGVCL દ્વારા નવા લાઈટ કનેકશન આપવામાં આવ્યા હતા. હાલ આશરે 167 જેટલા લાઈટ કનેકશન છે, જેથી ભડલી ફીડરમાં આશરે 59 જેટલા નવા લાઈટ કનેકશનનો વધારો થયો છે. તે લાઈટ કનેકશન સોલાર પ્રોજેકટ અંતર્ગત આપવાના બદલે ઈલેકટ્રીક લાઈનમાંથી મીટર સાથે આપવામાં આવ્યા છે. કનેક્શન ધારકોની સંખ્યા વધતા અને લાઈટ ફોલ્ટ થતા તાત્કાલીક રીપેરીંગ ન થતું હોવાથી સોલાર લાઈટ કનેક્શન ધરાવતા ખેડૂતોને સોલાર યુનિટનો લાભ મળતો નથી. સાથે જ સોલાર ધારક ખેડૂતોને વધારાનું બિલ આપવામાં આવે છે. સોલાર ધારક ખેડૂતોને લાઈટ બીલ ભરવા પડે છે અને નુકશાન થાય છે.
ખેડૂતોની સમસ્યા :આ બાબતને લઈને અરજદાર ખેડૂતોને PGVCL અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, લાઈનમાં ફોલ્ટ આવે ત્યારે તાત્કાલિક ફોલ્ટનું નિવારણ કરવામાં આવશે. પરંતુ જ્યારે પણ ભડલી ફીડરમાં ફોલ્ટ આવે છે, ત્યારે તાત્કાલિક નિવારણના બદલે આશરે ચાર કે પાંચ દિવસે નિરાકરણ કરવામાં આવે છે, જેથી ખેડૂતોને નુકસાન થાય છે. આ ઉપરાંત અરજદાર ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય, ત્યારે અહીંયા પાણીની સમસ્યા પણ ઊભી થાય છે. લાઈટ વગર પશુઓને પાણી તથા ઘાસચારાની સમસ્યાઓ ઉદભવે છે.
તંત્ર સમક્ષ રજૂઆત કરી :ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, PGVCL દ્વારા નવા લાઈટ કનેકશન ભડલી ફીડરમાં આપવામાં આવે તો તેમાં અરજદાર ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ જે પણ નવા લાઈટ કનેકશન આપવામાં આવે તે લાઈટ કનેકશન સોલાર પ્રોજેકટ અંતર્ગત આપવામાં આવે, જેથી અન્ય સોલાર ધારક ખેડૂતને નુકસાન ન થાય અને વધારાનું બિલ પણ ન આવે. જો તેમ કરવામાં ન આવે કે તેવી કોઈપણ જાતની જોગવાઈ ન હોય તો અરજદાર ખેડૂતોને આપવામાં આવેલ સોલાર કનેક્શન રદ કરી, જૂની સિસ્ટમ મુજબ લાઈટ કનેક્શન આપી દેવામાં આવે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી :જો તેમ ન કરી શકાય તો અરજદાર ખેડૂતોને જે કોઈ બિલ આવે છે, તે તમામ બીલ માફ કરી આપવા અરજદાર ખેડૂતોની માંગ છે. આ ઉપરાંત અરજદાર ખેડૂતોને સોલાર કનેક્શન સાથે એક મીટર વાળુ કનેકશન આપવા માંગ છે. જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો અરજદાર ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
- "જાન દેગે જમીન નહિ" 765 kv વીજ લાઇનનો વિરોધ યથાવત, ખેડૂતોને જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત
- વીજ ટ્રાન્સમિશન લાઈન નાખવા મુદ્દે સુરતના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ, ખેડૂતોની સમસ્યા અને માંગ શું ?