ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંજો ઉગાડતા 2 ખેડૂતો SOG પોલીસ હાથે ચડ્યા, એક ખેડૂતની ધરપકડ - Cannabis farmer arrested

ગુજરાતમાં ડ્રગ્સના કિસ્સો વધ્યા છે અને યુવા ધન એના રવાડે ચડી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લા પોલીસે 1 મહિનામાં 8 જેટલા ગુનાઓ શોધી કાઢ્યા છે. જેમાં નવસારી જિલ્લા પોલીસને ગાંજો ઉગાડતા 2 ખેડૂતો SOG પોલીસના હાથે ચડ્યા છે. જેમાંથી એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. Cannabis farmer arrested

નશાના ઝાડ ઉગાડતા ખેડૂતની ધરપકડ
નશાના ઝાડ ઉગાડતા ખેડૂતની ધરપકડ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 10:16 PM IST

નવસારી: નશાકારક પદાર્થોનું સેવન છેલ્લા ઘણા સમયથી ગુજરાત માટે દૂષણ બની રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસે આ બદીને ડામવા માટે રાત દિવસ કામે લાગી છે. નવસારી જિલ્લા પોલીસે જિલ્લાના જલાલપુર તાલુકાના 8 ગામે ગાંજાની ખેતી કરતા ખેડૂતનો ખુલાસો કર્યો છે.

ગાંજાની ખેતી કરનારા ખેડૂતની ધરપકડ:આટ ગામથી અંજલ માછીવાડ જતા માર્ગ પર સૈનિકો મેટલ વર્ક કારખાનાની પાછળના ભાગે ગાંજાની ખેતી થઈ રહી હોવાની માહિતી નવસારી જિલ્લા SOG પોલીસને મળી હતી. જેના આધાર પર રેડ કરતા 8 જેટલા છોડ મળી આવ્યા હતા અને ખેતી કરનાર ખેડૂત સંદીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે કારખાના પાછળથી રુ. 37,740 નો ગાંજો પકડી પાડ્યો છે.

નશાના ઝાડ ઉગાડતા ખેડૂતની ધરપકડ (Etv Bharat Gujarat)

8 NDPS ગુન્હાઓ પોલીસે નોંધ્યા: નવસારી જિલ્લા પોલીસ જિલ્લાને નશાકારક પદાર્થો મુક્ત કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને જિલ્લામાં નજર રાખવામાં આવી રહી છે. અગાઉ નવસારી જિલ્લાના અંજલ માછીવાડના દરિયા કિનારે 50 કરોડનું અફઘાન બનાવટનું ડ્રગ્સ દરિયા કિનારે મળી આવ્યું હતું. હાલ નવસારી જિલ્લામાં એક મહિનામાં 8 જેટલા NDPSના ગુન્હાઓ નવસારી જિલ્લા પોલીસે નોંધ્યા છે.

નશાના ઝાડ ઉગાડતા ખેડૂતની ધરપકડ (Etv Bharat Gujarat)

1 મહિનામાં 2 ખેડૂતો પકડાયા: જિલ્લાને નશા મુકત બનાવવાની દિશામાં સામાજિક યોગદાન પણ જિલ્લા પોલીસ માંગી રહી છે અને જાગૃતિના કાર્યક્રમો હાથ ધરી રહી છે. નવસારી જિલ્લા પોલીસે 1 મહિનામાં ગાંજો ઉગાડતા 2 ખેડૂતો પકડી પાડ્યા છે. જેઓ વ્યાપારિક ધોરણે ગાંજો ઉગાડતા હતા કે કેમ? અને ગાંજાના બિયારણ ક્યાંથી લાવતા હતા એ સમગ્ર રેકેટને ખુલ્લું કરવા માટેની દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો: જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા SOG પોલીસને મળી હતી. જેના આધાર પર રેડ કરતા 8 જેટલા છોડ મળી આવ્યા હતા અને ખેતી કરનાર ખેડૂત સંદીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે કારખાના પાછળથી રુ. 37,740 નો ગાંજો પકડી પાડ્યો છે અને રુ. 42,740 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. પાટણ મામલતદાર કચેરીએ રાશન કાર્ડના E-KYC ન થતા લોકો પરેશાન, કચેરી અરજદારોથી ઉભરાઈ - Crowd of people for e KYC
  2. આધાર અપડેટ માટે લોકોની ભારે ભીડ: વલસાડ જિલ્લામાં 93 માંથી 23 કીટ બંધ હાલતમાં, માત્ર 70 કાર્યરત - valsad news

ABOUT THE AUTHOR

...view details