ગુજરાત

gujarat

ETV Bharat / state

Exclusive: ગુજરાતમાં ચીની વાયરસની એન્ટ્રી? અમદાવાદની હોસ્પિટલમાં કેસ નોંધાયો તે ડોક્ટરે શું કહ્યું? - AHMEDABAD CHILD MPV CASE

અમદાવાદની ચાંદખેડામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે માસના બાળકમાં HMPV ડિટેક્ટ થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.

અમદાવાદના બાળકમાં મેટોન્યૂમો વાયરસ
અમદાવાદના બાળકમાં મેટોન્યૂમો વાયરસ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 5:32 PM IST

Updated : Jan 6, 2025, 7:02 PM IST

અમદાવાદ: ચીનમાં હાહાકાર મચાવી રહેલા હ્યુમન મેટોન્યૂમો વાયરસના કારણે ભારત સહિત વિશ્વભરના દેશો સતર્ક થઈ ગયા છે. આ વચ્ચે અમદાવાદની ચાંદખેડામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે માસના બાળકમાં HMPV ડિટેક્ટ થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે આ હાલના તબક્કે આ વાયરસ મેટોન્યૂમો હોવાનું હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદના બાળકમાં મેટોન્યૂમો વાયરસ (ETV Bharat Gujarat)

હોસ્પિટલમાં બાળકની હવે કેવી તબિયત?
બાળક અને તેના પરિવારજનો રાજસ્થાન ડુંગરપુરથી આવતા હોવાનું ડૉક્ટર સાગર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના નીયોનેટોલોજિસ્ટ એન્ડ ઇન્ટેનવિસ્ટ ડૉ. સાગર પટેલે જણાવ્યું હતું કે, આ બે મહિનાનું બાળક અહીં લવાયું હતું. બાળકને મશીનનો સપોર્ટ આપ્યા બાદ તેની સ્થિતિ વધારે ખરાબ થઈ હતી. પછી વેન્ટિલેટર પર બાળકને સારી રિકવરી આવી. હવે બાળકની સ્થિતિ એકદમ સ્વસ્થ છે.

બાળકમાં ચીનનો વાયરસ?
સામાન્ય રીતે પ્રાઈવેટ લેબમાં અમે ICU પ્રેક્ટિશનર આવા બધા વાયરસ જોતા હોઈએ છીએ. પણ આ ચીનવાળો વાયરસ છે કે નહીં તેના માટે ડિટેલમાં રિપોર્ટ્સ અને પેટા પ્રકાર જોવાની આપણે બાકી છે. મેટાન્યૂમો છે તે હ્યુમનમા અને હ્યુમનમાં કયા વાયરસ છે જેને ચીન સાથે કોઈ સંબંધ છે તે આપણે જોવાનું બાકી છે.

બાળકને જન્મથી ફેફસા નબળા હતા
બાળકને જન્મતાની સાથે જ ફેફસા નબળા હોવાથી વેન્ટિલેટર ઉપર રાખવું પડ્યું હતું આથી ડોક્ટર એવો અંદાજો લગાવી રહ્યા છે કે કદાચ ફેફસા નબળા હોવાથી આ પ્રકારે સામાન્ય વાઇરસથી સંક્રમિત થયો છે. પણ આ ગભરાવવાળો કોઈ પ્રકારનો રોગ નથી. ડોક્ટરે જણાવ્યું કે, MHPV નહીં હાલ MPV ડિટેક્ટ થયો છે. MHPV હ્યુમન ટુ હ્યુમન ફેલાય છે, જ્યારે MPV હ્યુમન ટુ હ્યુમન ફેલાતો નથી. કોઈ અન્ય રીતે જેમ કે પશુ-પક્ષીમાંથી ફેલાતો હોય છે. બાળક હાલ સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તેને ડિસ્ચાર્જ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં મેટાન્યૂમો વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શનમાં, સાવચેતી માટે જાહેર કરી માર્ગદર્શિકા
  2. કચ્છના કંઢેરાઈમાં 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકી, રેસ્ક્યુના 12 કલાક પૂર્ણ
Last Updated : Jan 6, 2025, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details