ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી: નખત્રાણાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ - Entry of Chandipura virus in Kutch - ENTRY OF CHANDIPURA VIRUS IN KUTCH

કચ્છના નખત્રાણા તાલુકાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે વધારવામાં આવ્યો છે. જાણો વધુ આગળ... Entry of Chandipura virus into Kutch

કચ્છમાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી
કચ્છમાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 6:07 PM IST

કચ્છમાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી (Etv Bharat Gujarat)

કચ્છ: રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસની કચ્છમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. જેમાં કચ્છના નખત્રાણા તાલુકાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે વધારવામાં આવ્યો છે. અને તાલુકામાં 5 હજાર જેટલા કાચા ઘરોમાં દવા છાંટકાવ શરૂની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કચ્છમાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી (Etv Bharat Gujarat)

કચ્છમાં એક રિપોર્ટ પોઝિટિવ: સમગ્ર ગુજરાતમાં હાલ ઝડપથી ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસના કેસોથી ફફડાટ ફેલાયો છે જેને લઇને કચ્છનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે ત્યારે આ વાયરસનો પ્રથમ કેસ કચ્છમાં નોંધાયો છે. નખત્રાણાના દેવપરની 1.5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જે બાદ તેના રિપોર્ટ પરીક્ષણ માટે મુકવામાં આવ્યા હતા. જે રિપોર્ટ ગતરાત્રે પોઝીટીવ આવ્યો છે. હાલ આ સંક્રમિત બાળકીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નખત્રાણાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ (Etv Bharat Gujarat)

ચાંદીપુરા વાયરસથી જાગૃત રહેવા અપીલ:જીલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું હતું કે, લોકોને આ ચાંદીપુરા વાયરસથી જાગૃત રહેવા સાથે શંકાસ્પદ કિસ્સામાં તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંર્પક કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર કચ્છમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા અને ચાંદીપુરાના શંકાસ્પદ કેસો શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

નખત્રાણાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ (Etv Bharat Gujarat)

જંતુનાશક દવાનો છંટકાવ: કચ્છમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ આવ્યો હોવાની જાણ થતા જિલ્લા રોગચારા નિયંત્રણ અધિકારી દેવપર ગામમાં પહોંચી ગયા હતા અને સમગ્ર માહિતીથી અવગત થયા હતા તેમજ આખા ગામમાં તાવ સબંધિત તેમજ આ વાયરસ સંબંધિત લક્ષણો માટે સર્વે કરવામાં આવ્યો હતો અને તમામ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર નખત્રાણા તાલુકામાં રોગ અટકાયાથી પગલાં ભરવા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

નખત્રાણાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ (Etv Bharat Gujarat)

વાલીઓએ શું કાળજી રાખવી: ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગથી વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે સંક્રમિત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને આ વાયરસ 0 થી 14 વર્ષના બાળકોમાં સંક્રમિત થઈ રહ્યો છે ત્યારે આ વાયરસથી બચવા માટે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરથી બહાર ન જવા તેમજ ધૂળમાં રમવા ન દેવા માટે વાલીઓ સમક્ષ અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મચ્છર માખીઓના ઉપદ્રવ અટકાવવા અને સેન્ડ ફ્લાયથી બચવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. તેમજ બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવાનો આગ્રહ પણ ગામડાના વાલીઓ માટે કરવામાં આવી રહ્યો છે.

  1. રાજકોટમાં ચાંદીપુર વાઇરસને લીધે વધુ એક બાળકનું મોત, એક બાળક સારવારમાં - Chandipura virus in Rajkot
  2. ખેડામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, એક્શન મોડમાં આરોગ્ય વિભાગ

ABOUT THE AUTHOR

...view details