ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષ 2024 ભાવનગર જિલ્લા માટે કેટલું યાદગાર, જાણો બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે - YEAR ENDER 2024

Good Bye 2024: ભાવનગર શહેર અને જિલ્લામાં 2024માં બનેલા સારા અને ખરાબ બંને પ્રકારના બનાવોની સંક્ષિપ્તતા માહિતી. જાણો...

વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ
વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 8:57 AM IST

Updated : Dec 17, 2024, 11:01 AM IST

ભાવનગર:વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહયું છે અને ટૂંક સમયમાં નવ વર્ષની શરૂઆત થશે. આ વર્ષ દરમિયાન ઘણા નવા જૂના તેમજ નાના મોટા ફેરફારો સમગ્ર દેશમાં થયા છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા માટે 2024નું વર્ષ કેવું રહ્યું અને સમગ્ર વર્ષ દરમિયાન કેવી ઘટનાઓ બની હતી તે જાણવું જરૂરી છે. આ સમગ્ર ઘટનાઓને સંક્ષિપ્તમાં અમે તમને દર્શવીએ છીએ. ETV BHARAT એ YEAR ENDER 2024 તૈયાર કર્યું છે. જેમાં સારી નરસી બન્ને ઘટનાઓ જે શહેરવાસીઓ માટે ક્યાંકને ક્યાંક ઇતિહાસના પંને ટકોર કરતી રહેશે. ચાલો જાણીએ.

જાન્યુઆરી 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ (Etv Bharat Gujarat)
  • જાન્યુઆરીમાં 2024માં શાકભાજીના ભાવો આસમાને પોહચ્યા હતા. ગૃહિણીઓમાં કકળાટ વધી ગયો હતો. લીલા શાકભાજી સહિત દરેકના ભાવ કિલોના 40 થી 80 થી ઉપર જતા રહ્યા હતા.
  • કડકડતી ઠંડીમાં જાન્યુઆરીમાં શરદી, ઉધરસના અને તાવના કેસોમાં વધારો થયો હતો. છેલ્લા અઠવાડિયામાં 7 હજાર જેવા કેસો નોંધાયા હતા.
  • આ મહિનામાં ડુંગળી 6 તારીખે એક રાતમાં 1.30 લાખ ગુણી આવી હતી. ત્યારબાદ 23 જાન્યુઆરીએ એક રાતમાં 2.30 લાખ ગુણીની મબલખ આવક થઈ હતી. આ સમયમાં ભાવ 150 નીચા અને ઊંચા ભાવ 350 કે તેનાથી થોડા ઊંચા રહ્યા હતા.
  • ભાવનગરના બે યુવાનો નિમેષ જીવરાણી અને જૈમિત ત્રિવેદીએ અયોધ્યા જવા મારે 1100 કિમીની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેઓ 11માં દિવસે અયોધ્યા પહોંચ્યા હતા.
  • ભાવનગરના વાળુકડ ગામે જમીન બાબતે વિપુલભાઈ સવાણી નામના યુવકની માર મારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં 1.10 કરોડની જમીનનો મામલો હોવાના પગલે બનાવ બન્યો હતો.

ફેબ્રુઆરી 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ સંત શિરોમણી બજરંગદાસ બાપાના સેવક મનજી બાપાનો 14 ફેબ્રુઆરીના રોજ મૃત્ય પામ્યા હતા. જોકે સુરતથી તેમના પાર્થિવ દેહને બગદાણા ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
  • ભાવનગર જિલ્લામાં 2022માં માતા પુત્રીની હત્યા કરનાર કર્મ ઉઠે પીન્ટુ શેર અલી રાશિયાણીને કોર્ટે આજીવન કેદની સજા ફટ કરી હતી. આ ઘટનામાં બાંધકામ મટીરીયલ્સને લઈને આરોપીએ ફાયરિંગ કર્યું હતું.
  • ભાવનગર જિલ્લાના પશ્ચિમ મતવિસ્તાર વિધાનસભામાં રાજ્ય સરકારે અસર ધારો લાગુ કરતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ સરકારને શુભેચ્છા પાઠવી હતી અને આભાર માન્યો હતો.

માર્ચ 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ (Etv Bharat Gujarat)
  • ભાવનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 13 માર્ચ દિવસે બે અલગ અલગ ડ્રગ કેસમાં આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં એમડી ડ્રગ અને મેફેડ્રોન ડ્રગનો સમાવેશ થાય છે. જેમાં બે અલગ અલગ કેસમાં બે-બે પુરુષ અને એક કેસમાં ચાર પુરુષોને ઝડપી હતા.
  • લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 14 માર્ચના રોજ નિમુબેન બાંભણીયાનું નામ જાહેર કરીને ટિકિટ ફાળવવામાં આવી હતી. જો કે અગાઉ બે વખત રીપીટ થયેલા ભારતીબેન શિયાળને રીપીટ કરાયા નોહતા.
  • ભાવનગર જિલ્લાના 17 જેટલા ગામડાઓમાં અલંગ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ બંધ કરવાના પગલે ગામ લોકોએ આંદોલન કર્યું હતું. આ વિરોધ અલંગ પંથકના ગામડાઓમાં ગામ લોકોએ એકઠા થઈને કર્યું હતું.
  • ભાવનગર જિલ્લાના ચોગઠ ગામ જવાના ઢાળ નજીક ભાવનગર ધંધુકા હાઈવે ઉપર 15 માર્ચના રોજ પુલ ઉપરથી એસટી બસ નીચે પલટી ગઈ હતી. ભાવનગર-મણીનગર બસ પલટી જતા મુસાફરોને ઈજા થઈ નહોતી અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી હતી.

એપ્રિલ 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • લોકસભા ચૂંટણીમાં રાજકોટના પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાવનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નવાપરા બોર્ડીંગમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજેન્દ્રસિંહ રાણાથી લઈને દરેક સમાજના આગેવાન નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • ભાવનગર જિલ્લામાં 3.2 નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના ઘોઘામાં 10 એપ્રિલે દક્ષિણ પશ્ચિમમમાં 17 કિમી કેન્દ્રબિંદુ નોંધાયું હતું. બનાવને પગલે લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.

મે 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • લોકસભાની ચૂંટણી દરમિયાન ચાલતા પ્રચાર વચ્ચે ભાવનગર બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધનના પરિણામે આપના ઉમેશ મકવાણાને ટીકીટ આપતા તેના સમર્થનમાં સુનીતા કેજરીવાલે ભાવનગર અને બોટાદમાં પ્રચાર અર્થે રોડ શો કર્યો હતો.
  • લોકસભાના મતદાનના દિવસે ભાવનગર શહેર જિલ્લામાં ભાજપના મનસુખ માંડવીય, જીતુભાઇ વાઘાણી સહિતના ટોચના નેતાઓએ મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 9 મેના રોજ જાહેર થતા ભાવનગરની તનિષ્કા દેસાઈએ 99.99 પર્સન્ટાઇલ મેળવીને શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું હતું.

જૂન 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ (Etv Bharat Gujarat)
  • લોકસભાની મતગણત્રીના દિવસે 4 જૂનના રોજ ગણતરી થતા નિમુબેન બાંભણીયાએ બપોર સુધીમાં 4 લાખની લીડ મેળવી લેતા જીત નિશ્ચિત કરી હતી. ETV BHARAT સાથે તેમણે ખાસ વાતચીત પણ હતી.
  • જિલ્લાના પાલીતાણાના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં બે યુવાનો ડૂબ્યા હતા. જોકે ત્રણ મિત્રો નાહવા પડતા બેનું ડૂબી જવાથી મૃત્યુ થતા ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બન્ને યુવાનો પાલીતાણાના રહેવાસી હતા.
  • શહેરમાં 13 જૂને ત્રણ જેટલા શખ્સોએ બે સગા ભાઈઓ ઉપર વિઠ્ઠલવાડી વસીતારમાં ફાયરિંગ કર્યું હતું જેમાં એકનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે બાદમાં ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
  • 17 જૂને પીપાવાવ પોર્ટ પર રેલવે ડ્રાઈવરની સૂઝબૂઝથી ટ્રેક ઓળંગતા 10 સિંહના ટોળાને જોઈને બ્રેક લગાવી તેમનો આબાદ બચાવ કર્યો હતો.
  • ભાવનગર અમદાવાદ ધોલેરા ટૂંકા માર્ગ ઉપર ટમેટા ભરીને આવતા ડ્રાઇવરને ઝોકું આવતા પિકપ વાન પલટી મારી ગઈ હતી. જોકે જાનહાની નોહતી થઈ પરંતુ રસ્તો ટમેટાથી ભરાઈ ગયો હતો.
  • ચોમાસાનો પ્રારંભ થતા મોસમ વિભાગની ભારે આગાહી વચ્ચે NDRF ટીમને ભાવનગર તૈનાત કરાઈ હતી. જે શહેરની માજીરાજવાડીમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

જુલાઈ 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરથી નીકળે છે, ત્યારે 7 તારીખના રોજ સવારમાં પહિંદ વિધિ બાદ રથયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી, જે 17 કિમીના માર્ગ પર ફરી રાત્રે પૂર્ણ થઈ હતી.
  • ભાવનગર જિલ્લાના મેથળા ગામે ખેડૂતોએ લાખોના ખર્ચે પોતે બનાવેલો બંધારો છલકાઈ ગયો હતો. ચોમાસામાં સારા વરસાદથી બંધારો છલકાતા 20 જેટલા ગામોને સિંચાઇ માટે પાણી મળી રહ્યું હતું.

ઓગસ્ટ 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ (Etv Bharat Gujarat)
  • ભાવનગર શહેરમાં 8 ઓગસ્ટના રોજ બે અલગ રાજ્યના યુવાનો આવી પહોંચ્યા હતા. આ બંને યુવાનો 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રાએ નીકળ્યા હતા. ભાવનગર સાયકલ ક્લબે સાયકલ લઈને નીકળેલા રાજન સનાતની અને ભુવનેશને સહારારૂપ બની હતી.
  • મહુવાના તાલુકાની મહિલાનું મૃત્યુ થતા પતિએ વિરહમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા કળસાર ગામના લોકોએ સદભાવના હોસ્પિટલ સામે મહિલાના મૃત્યુ પગલે બેદરકારીના આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સપ્ટેમ્બર 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

વર્ષ દરમિયાન જિલ્લાની મહત્વની ઘટનાઓ (Etv Bharat Gujarat)
  • ભાવનગર જિલ્લાના ઊંચા કોટડા ખાતે ગણેશ વિસર્જન દરમિયાન ટ્રેક્ટરને લઈને ગયેલા ગામ લોકોનું ટ્રેકટર દરિયામાં ખુંપી જતા ડૂબી ગયું હતું. અખેગઢના ટ્રેક્ટરને બીજા દિવસે ઓટ દરમિયાન પાણી ઉતરતા અન્ય વાહનથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું.
  • ચોમાસાના અંતિમ તબક્કાના વરસાદને પગલે ઘોઘા પંથકમાં કોળીયાક નિષ્કલંક મહાદેવના માર્ગ પર નદીમાં તમિલનાડુની બસ ફસાઈ ગઈ હતી. વહેતા ધોધમાર વરસાદમાં બચાવ કામગીરીના પગલે આખી રાત તંત્રનું રેસ્ક્યુ ચાલ્યા બાદ ટ્રક પાણીમાં ઉતારી 29 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા.
  • જિલ્લામાં 28 સપ્ટેમ્બરના રોજ ગરીબપુરા ગામે રાતો રાત 41 જેટલા ઘેટાંના ભેદી રોગચાળાના કારણે મોત થયા હતા.
  • 30 સપ્ટેમ્બરના રોજ તારમાં વીજ પ્રવાહ પસાર કરી બોરડીના ખેડૂતે ખેતરની સુરક્ષા કરવા માટે લગાવેલા તારને સ્પર્શતા સિંહનું વિજશોકથી મોત નીપજ્યું હતું.

ઑક્ટોબર 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • ભાવનગર જિલ્લાના પીપરલાના યુવાને ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષામાં પોતાના ગામના ડમી વિદ્યાર્થીને બેસાડ્યો હતો. જેને પગલે યુવા નેતાએ ફરી ભાવનગરને ટાંકી ટ્વીટ મારફત પ્રહાર કર્યા હતા, જેથી ફરી ભાવનગર ચર્ચામાં આવ્યું હતું.
  • ભાવનગરના ભરતનગરમાં આવેલી શાળા નંબર 76માં રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવમાં બાળકોના અભ્યાસના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ફાયર વિભાગના લોકોએ બાદમાં આગ બુજાવી હતી.

નવેમ્બર 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • શહેરમાં 8 વર્ષની બાળકીને સાવકી માતાએ યાતનાઓ આપી. પરિણામે પાડોશીઓ જાગૃત બનીને તંત્રને જાણ કરતા બાળકીને છુટકારો અપાયો હતો. બાળકીને માથે મુંડન અને નેણના વાળ કાપી, મોઢે સેલોટેપ લગાવી ટીપડામાં પુરી રાખવામાં આવતી હતી. જોકે તંત્રએ બાદમાં તાપિબાઈ વિકાસગૃહમાં બાળકીને મોકલી આપીસાવકી મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
  • મહુવામાં ASPની સતર્કતાએ વહેલ માછલીની ઉલટી એટલે એમ્બરગ્રીસ પદાર્થ (12.30 કિલોગ્રામ 12 કરોડ) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ડિસેમ્બર 2024 માં કઈ મહત્વની ઘટના બની ?

  • જિલ્લાના લાખણકા ગામે બાળકીઓને અડપલાં કરતા ગામ લોકોએ શિક્ષક વિરુદ્ધ ફરીયાદ નોંધાવા DSP કચેરીએ આવવું પડ્યું હતું. પોલીસે બાદમાં પોસ્કો કલમ હેઠળ ફરીયાદ નોંધી શિક્ષકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • 2019 થી ખાતમુહૂર્ત થયેલા ફ્લાયઓવર અડધો શરૂ થતાં તેનું પણ મહાનગરપાલિકાએ લોકાર્પણ કર્યું હતું. ફ્લાયઓવરનો ઉપયોગ હાલ ઉલ્ટી દિશામાં કરાઈ રહ્યો છે. આ લોકાર્પણ ધારાસભ્ય, કલેકટર, કમિશનર વગેરેની ઉપસ્થિતિમાં કરાયું હતું.
  • સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઢસામાંથી કન્ટેનર પકડી 13,929 દારૂની બોટલો 38,54,637 કિંમતની ઝડપી લીધી હતી. જેમાં ડ્રાઈવર ઝડપાઇ ગયો હતો.
  • કાળિયાબીડ વિસ્તારમાં યુવાનને ઘરેથી લઈ જઈને વ્યાજખોરોએ અવાવરું જગ્યામાં લઈ જઈ હત્યા કરી હતી. જેમાં બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. 50 હજાર જેવી રકમ માટે હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં AI ટાસ્કફોર્સઃ મુખ્યમંત્રીએ કરેલી આ જાહેરાતનો થશે તાત્કાલિક અમલ
  2. પાટણમાં MLAની હાજરીમાં સમર્થકે પોલીસકર્મીને તમાચો માર્યો! કઈ વાત પર થઈ મોટી બબાલ?
Last Updated : Dec 17, 2024, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details