ETV Bharat / state

'વિદેશી દારૂ પણ મેડ ઇન કડી..' જી હા કડીમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ - FAKE FOREIGN LIQUOR FACTORY BUSTED

બૂટલેગરો હવે કંઈક નવી તરકીબ શોધી લાવ્યા છે. હવે તેઓએ વિદેશી દારૂ બહારથી લાવવાની નહીં રાખતા જાતે જ વિદેશી દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે.

કડીમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ
કડીમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 7:19 AM IST

મહેસાણા: 'મેડ ઇન કડી દારૂ... જી હા, દારૂ છે વિદેશી પણ બને છે કડીમાં...' ગુજરાતમાં દારૂબંધી છે, છતાં બીજા રાજ્યમાંથી ગુજરાતમાં ગમે તે રીતે બૂટલેગરો દારૂ લઈને આવતા હોય જ છે. અવાર નવાર પોલીસ ઠેક ઠેકાણેથી વિદેશી દારૂ પકડી પણ પાડતી હોય છે. પરંતુ બૂટલેગરો હવે કંઈક નવી તરકીબ શોધી લાવ્યા છે. હવે તેઓએ વિદેશી દારૂ બહારથી લાવવાની નહીં રાખતા જાતે જ વિદેશી દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે.

અહીં આશ્ચર્યની બાબત તો એ છે કે જાતે બનાવતા આ દારૂ કોઈ સામાન્ય નથી પણ મેક ડોનાલ્ડ અને રોયલ ચેલેન્જ જેવી મોટી બ્રાન્ડેડ દારૂની બોટલ છે. કડી નજીક ખેતરમાં ઓરડીમાં એસી લગાવી તેઓ વિદેશી દારૂ બનાવી રહ્યા હતા. જેઓને પકડી પાડવામાં આવ્યા છે.

બૂટલેગરો હવે કઈક નવી તરકીબ શોધી લાવ્યા છે (Etv Bharat Gujarat)

ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂ: મહેસાણા કડી પોલીસે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા બે શખ્સની ધરપકડ કરી છે. આ સાથે 100 લિટરથી વધુ નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ જપ્ત કર્યા છે. અહીં કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવવામાં આવતી હતી.

પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી પાડયા: કડીના અચરાસણ ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતરની અંદર કેટલાક ઈસમો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન વિદેશી દારૂ બનાવતા બુડાસણના રહેવાસી ગગન જયંતીભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા ઓરડાના ભોંયતળિયે બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બૂચ બંધ કરી રહ્યા હતા. તેમને પોલીસ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

કડી પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,29,520 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જેમાં અલગ-અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 61,300 અને 450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું હતું.

આ કેમિકલ બાબતે આરોપીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 'અલગ-અલગ કેમિકલમાં પાણી નાખી, આલ્કોહોલ ભેળવી એની અંદર કલર, માલ્ટ અને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવી હતી.'

ઉપરાંત પોલીસે 450 લિટર આલ્કોહોલ કિંમત રૂપિયા 22,500 પણ કબજે કર્યું હતું. સાથે પોલીસે મિની વિદેશી દારૂની ફેક્ટરીમાંથી અલગ-અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલ સહિત કુલ રૂપિયા 1,29,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાં રોયલ ચેલેન્જ વિસ્કીને ખાલી બોટલમાં હલકી ગુણવત્તાનો દારૂ ભેળવવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા જગ્યા ઉપર રેડ કરતા આ નેટવર્ક બુડાસણ ગામનો ગગન પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની મદદ હર્ષદ વાઘેલા નામનો ઈસમ કરતો હતો. આ મામલે બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે 1,29,520 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોપીરાઇટ સહિત વિવિધ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવ્યું? છેલ્લા કેટલાક સમયથી આ વેચાણ ચાલી રહ્યું છે ? આ મામલે કોણ કોણ સામેલ છે ? તેમજ દારૂ ક્યાં વેચાણ થતો હતો ? તે બાબતની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

  1. Navsari Crime News: નવસારી ખાતે કચ્છ એકસપ્રેસમાંથી 250 બોટલ્સ દારુ ઝડપી લેવાયો
  2. સુરત: 16 વર્ષની સગીરા ઈન્સ્ટાગ્રામ મિત્રથી પ્રેગ્નેટ થઈ, ટોઈલેટમાં જાતે ડિલિવરી કરીને ભ્રુણને કચરામાં ફેંક્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.