અમદાવાદ : દેશમાં રાજકીય પક્ષોને નાણાંકીય ફાળો આપવા માટે ઇલેક્ટોરલ બોન્ડની સુવિધા ઊભી કરવામાં આવી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપે ઇલેક્ટોરલબોન્ડ થકી વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર સર્જ્યો છે. કોંગ્રેસે અમદાવાદ ખાતે પ્રદેશ કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સામે સીધો આક્ષેપ કરી કહ્યું કે, ભાજપ ઇલેક્ટોરલ બોન્ડ થકી ગેર વહીવટ અને ભ્રષ્ટાચાર કરી રહી છે. જે માહિતી 15 સેકન્ડમાં પ્રજા સમક્ષ મૂકી શકાય એ માટે ઓન ન્યાયિક લડત કરી સુપ્રીમ કોર્ટ થકી ઉપલબ્ધ કરવી પડી છે. વર્ષ ૨૦૧૭માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ જે શેલ કંપનીઓ સામે ચેતવણી આપી હતી એ કંપનીઓ પાસેથી પણ ઇલેક્ટોરલ બોન્ડ મેળવી, ચંદા હૈ તો ધંધા હૈ ને સાર્થક કર્યું છે.
ઇલેક્ટોરલ બોન્ડને લઇ ગુજરાત કોંગ્રેસ ભાજપ પર ધોંસ બોલાવી, હિંમતસિંહ પટેલે કર્યાં આક્ષેપ - Electoral bond
દેશમાં ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. ત્યારે કોંગ્રેસે ઇલેક્ટોરલ બોન્ડને વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર અને આયોજિત કૌભાંડ ગણાવ્યું છે. શું છે કોંગ્રેસના આક્ષેપ, જાણીએ.
Published : Apr 2, 2024, 4:27 PM IST
વાંંધાજનક કંપનીઓ પાસેથી પણ ભાજપે બોન્ડ મેળવ્યા છે :ભાજપે એવી 43 કંપનીઓ પાસેથી પણ ઇલેક્ટોરલ બોન્ડ મેળવ્યા છે જેની રચનાને માત્ર 6 મહિના જ થયા હોય. આ સાથે કંપનીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગનો કેસની ફરિયાદ છતાં 43 કંપનીઓ પાસેથી 384 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ મેળવ્યા છે. આ કંપનીઓ પૈકી 19કંપનીઓ તો હાઈ રિસ્ક શેલ કંપનીઓ છે. આ કંપનીઓ માટે નાણાં મંત્રાલયની પણ ગાઈડ લાઈન હતી. કેટલીક કંપનીઓ કે જેની સામે ED, CBI અને income ટેક્સની રેડ પડી હોય એવી કંપનીઓએ પણ કરોડોના ઇલેક્ટોરલ બોન્ડ ભાજપને આપ્યા છે.
ઇલેક્ટોરલ બોન્ડ આપનાર કંપનીઓને ભાજપે ફાયદો કરાવ્યો છે : કોંગ્રેસે આજે આક્ષેપ કર્યો છે કે, ભાજપ માટે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનાર કંપનીઓને ભાજપે ધંધો આપ્યો છે. ભાજપે પોતાના સરકારી તંત્ર થકી બોન્ડ આપનાર કંપનીઓને ધંધો આપી ફાયદો કરાવ્યો છે. ભાજપને બોન્ડ થકી ચંદો આપનાર 38 કોર્પોરેટ કંપનીઓને 179 કરોડનો ધંધો આપી વાટકી વ્યવહાર કર્યો છે. કોંગ્રેસ પક્ષ ઇલેક્ટોરલ બોન્ડ આપી જે રાજકીય ભ્રષ્ટાચાર આદર્યો છે એ આ બાબતે સીટની રચના થાય એની માંગ કોંગ્રેસ પક્ષ કરે છે.