મહીસાગર: માનગઢ ગોવિંદ ગુરુના ધૂણીથી ડૉ. કુબેર ડીંડોરે તિરંગા રેલીનું પ્રસ્થાન કર્યું હતું. ગુજરાતના ત્રિભેટે આવેલ માનગઢ ધામ પર તિરંગા યાત્રા ફેરવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શિક્ષણ પ્રધાન હાથમાં તિરંગો લઈ માનગઢના ધામ ઉપર ફર્યા હતા. આ ઉપરાંત શિક્ષણ પ્રધાને જિલ્લાના નાગરિકોને ઘરે ઘરે તિરંગો ફરકાવવા આહવાન કર્યું હતું. જિલ્લાના અનેક તાલુકાઓમાં આગામી સમયમાં હર ઘર તિરંગા અંતર્ગત રેલવેનું પણ આયોજન કરવામાં આવશે.
શિક્ષણ પ્રધાન ડૉ. કુબેર ડીંડોરે તિરંગા યાત્રાની કરી શરૂઆત (Etv Bharat Gujarat) પુરા દેશમાં 8 તારીખથી 14 તારીખ સુધીનો કાર્યક્રમ:શિક્ષણ પ્રધાન ડૉ કુબેર ડીંડોરે જણાવ્યુ હતું કે, આઝાદીનો પર્વ આવી રહ્યો છે. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સંદેશો આપ્યો હતો કે, હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે. પુરા દેશમાં આપણે 8 તારીખથી 14 તારીખ સુધીના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત સરકારમાં માન્ય મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે 8 તારીખની શરૂઆત કરી હતી અને આજે અમે પણ અહીં મહીસાગરમાં શરૂઆત કરી છે.
મહિસાગરમાં પણ તીરંગા યાત્રા કાઢવામાં આવી હતી (Etv Bharat Gujarat) અમે માનગઢની ધરતી પરથી કરી રહ્યા છીએ:ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્રિભેટે માનગઢની ધરતી છે. જેને દેશને આઝાદી આપવા માટે ગોવિંદ ગુરુના નેતૃત્વ હેઠળ ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના આગેવાનો શહીદ સુરમાઓએ આ ધરતી પર દેશને આઝાદી અપાવવા માટે અને માનગઢની ધરતી પરથી સૂત્ર આપ્યું હતું. ''મરો તો દેશ માટે અને જીવો તો કામ માટે'' નું જે સૂત્ર આપીને દેશને આઝાદી આપવા માટે જે બલિદાન આપ્યું છે યોગદાન આપ્યું છે, જે ધરતી છે, એ ધરતી પરથી અમે આજે અમારા સરપંચ મિત્રો, ગ્રામ પંચાયત ભમરીકુંડાના આગેવાનો યુવાનો, માતા બહેનો સાથે મળીને આજે હર ઘર તિરંગાની શરૂઆત અમે કરી રહ્યા છે અને એની શરૂઆત અમે માનગઢની ધરતી પરથી કરી રહ્યા છીએ.
મૌન રેલી કાઢવાનું આયોજન કર્યું છે (Etv Bharat Gujarat) મૌન રેલી કાઢવાનું આયોજન કર્યું છે: હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત બધા પોતપોતાના ઘરે ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવે એના માટે ધ્વજનું પણ વિતરણ કર્યું છે. ઉપરાંત રેલીઓ પણ થશે, પદયાત્રા પણ થશે. આવતીકાલે ખાનપુરથી કર્ણા સુધીની રેલી યોજવામાં આવી છે. ત્યારબાદ સંતરામપુરમાં પદયાત્રા થશે. સ્કૂલોના બાળકો યુવાનો કદાચ સાથે મળીને આ 12 તારીખથી 14 તારીખ સુધીમાં આ પદયાત્રાના રુપમાં આજે રાષ્ટ્રધ્વજ લઈને નીકળશે અને સાથે પોતપોતાના ઘરે આ ધ્વજ લગાવશે છે. આઝાદી દરમિયાન જે લોકોએ જે કષ્ટ સહન કર્યું જે બલિદાનો આપ્યા છે એમની યાદમાં પણ મૌન રેલી કાઢવાનું આયોજન કર્યું છે.
- સુરતમાં આજે સૌથી લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળશે તિંરગા યાત્રા, કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ જોડાશે - Tiranga Yatra in Surat
- જુઓ: બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું ફૂલહાર અને પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - Lok Sabha MP Ganiben Thakore