સુરત : સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારીઓ શહેર અને જિલ્લાના આશરે 50થી પણ વધુ મદરેસામાં તપાસ કરી રહ્યા છે. મદરેસામાં ભણતા બાળકોને નીતિ નિયમ મુજબ યોગ્ય અન્ય વિષયો પણ ભણાવવામાં આવી રહ્યા છે કે નહીં તે અંગેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 19 ટીમો અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
મદરેસામાં બાળકો અન્ય વિષયો ભણે છે કે નહીં તેની તપાસ, સુરતના 50 મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ - Investigation in madrasas - INVESTIGATION IN MADRASAS
સુરત શિક્ષણ વિભાગ દ્વારા શહેર અને જિલ્લાના આશરે 50થી વધુ મદરેસામાં અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી છે. ધાર્મિક શિક્ષણની સાથે બાળકો જરૂરી શૈક્ષણિક અભ્યાસ પણ મળી રહે અને તે મદરેસામાં ભણે છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી.
Published : May 18, 2024, 3:08 PM IST
બાળકોના ભવિષ્ય માટે જરૂરી શિક્ષણની તપાસ : આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં આવેલા મદરેસામાં તપાસ કરવામાં આવી રહી છે. નિયમ મુજબ બાળકોને ધાર્મિક શિક્ષણ સાથે અન્ય વિષયોની પણ જાણકારી મળી રહે આ માટે નિયમ છે. આ નિયમનું પાલન કરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે અને તેમનું ભવિષ્ય ઉજવળ બને.
50થી વધુ મદરેસામાં તપાસ :ઉલ્લેખનીય છે કે સુરત શિક્ષણ વિભાગ દ્વારા શહેર અને જિલ્લાના આશરે 50થી વધુ મદરેસામાં અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી છે. ધાર્મિક શિક્ષણની સાથે બાળકો જરૂરી શૈક્ષણિક અભ્યાસ પણ મળી રહે અને તે મદરેસામાં ભણે છે કે નહીં તેને ધ્યાનમાં રાખીને આ મદરેસાઓમાં બાળકોને કયા પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી હતી.