ભાવનગરઃ શહેરથી 17 કિલોમીટર દૂર ઘોઘામાં આવેલા ધરતીકંપના આંચકાએ ગ્રામ્યના લોકોને ઘરની બહાર દોડી જવા માટે મજબૂર કરી દીધા હતા. શહેરીજનોને ભૂંકપ અનુભવ્યો હોવાના કોઈ સમાચાર મળ્યા નથી. જો કે ગામડામાં આવેલા ધરતીકંપના આચકાને લઈને સોશિયલ મીડિયામાં વાત વહેતી થઈ હતી. તંત્ર દ્વારા ધરતીકંપ આવ્યો હોવાને સમર્થન અપાયું છે.
ઘોઘામાં 3.2નો ભૂકંપ, કેન્દ્રબિન્દુ ભાવનગર શહેરથી 17km દક્ષિણ પશ્ચિમમાં, આંચકાએ ગામડાના લોકોને ઘરની બહાર દોડાવ્યા - Earthquake Bhavnagar District
ઘોઘા પંથકમાં 3.2નો ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાવનગર શહેરથી 17km દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું છે. 3.2 ના આંચકાએ ગામડાના લોકોને ઘરની બહાર દોડાવ્યા. Earthquake Bhavnagar District
Published : Apr 9, 2024, 11:12 PM IST
|Updated : Apr 10, 2024, 1:55 PM IST
ઘોઘા પંથકમાં ભૂકંપઃ ભાવનગર જિલ્લામાં રાત્રિના સમયે અચાનક ભૂકંપના આંચકો અનુભવાયો હોવાને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ખાસ કરીને ઘોઘા પંથકના ગામડાઓમાં લોકોએ વધારે ધરતીકંપની ધ્રુજારી અનુભવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ધરતીકંપ પગલે તાત્કાલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
જિલ્લામાં ધરતીકંપથી ચર્ચા જાગીઃ ભાવનગર જિલ્લાના ઘોઘામાં ધરતીકંપનો આંચકો આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. જો કે સૂત્રોમાંથી જણાવ્યા પ્રમાણે ધરતીકંપના આંચકો આવ્યો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને અનુભવ સ્થાનિકોને થયો હતો. ઘરની ચીજ વસ્તુઓ, દુકાનોની ચીજ વસ્તુઓ અને બેઠા હોય તે ખુરશી અને ખાટલા જેવી ચીજો પણ ધ્રુજવા લાગી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે બનાવને લઈને ધરતી કંપને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધરતી કંપની વાત સોશિયલ મીડિયામાં જોર શોરથી વહેતી થઈ હતી.
ક્યાં ક્યાં સ્થળો પર અનુભવાયાની ચર્ચાઃ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ધરતીકંપનો આંચકો આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેને પગલે સુત્રોના જણાયા પ્રમાણે ઘોઘા તાલુકાના ખાસ કરીને કુકડ, ગોરીયાળી, કંટાળા, ભાખલ, લાકડીયા નવાગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હોવાની વાત વહેતી થઈ છે. સોશિયલ મીડિયા ઉપર પણ ધરતીકંપની વાત વહેતી થતા લોકોમાં ધરતીકંપને લઈને ફરી ચર્ચાઓ જાગી હતી. જો કે ભાવનગર અગાઉ કચ્છમાં આવેલા ધરતીકંપ પહેલા સતત આચકાઓ અને આફ્ટશોક અનુભવી ચૂક્યુ છે.
ધરતીકંપ આવ્યો હોવાની વાતને સમર્થનઃ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ધરતીકંપ આવ્યો હોવાની વાત ઉપર ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસમોલોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં ધરતીકંપમાં 3.2નો આંચકો રાત્રિના 9.52 કલાકે અનુભવાયો છે. જો કે તેની ઊંડાઈ 11.7 કિલોમીટર હોવાનું જણાવ્યું છે. ભાવનગર થી 17 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં 11.7 km ઊંડાઈએ કેન્દ્રબિંદુ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ભાવનગર કલેકટર દ્વારા ધરતીકંપ પગલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને કોઈ જાનહાનિના બનાવો નથી બન્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.