ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોર બેદરકારી ! રાજકોટમાં સરકારી દવાઓનો મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો - negligence of GMSCL

રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં જ્યાંથી દવા, ઇન્જેક્શન, બાટલા સહિતની મેડિકલ સામગ્રી સપ્લાય થાય છે. તેવા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના વેરહાઉસની ઘોર બેદરકારી સામે આવી છે. negligence of GMSCL

રાજકોટમાં સરકારી દવા વરસાદમાં ઓગળી ગઈ
રાજકોટમાં સરકારી દવા વરસાદમાં ઓગળી ગઈ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 8:58 PM IST

રાજકોટ: રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં જ્યાંથી દવા, ઇન્જેક્શન, બાટલા સહિતની મેડિકલ સામગ્રી સપ્લાય થાય છે. તેવા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના વેરહાઉસની ઘોર બેદરકારી સામે આવી છે.

આ વેર હાઉસના મેનેજર સહિતના સ્ટાફે લાખોની કિંમતની દવા, ઓઈન્ટમેન્ટ, ઇન્જેક્શન અને સિરીંજ સહિતની ચીજવસ્તુઓ વરસાદમાં ખુલ્લામાં ઉતારી હોવાથી દવાઓ ઓગળી જવાની સ્થાને અન્ય મેડિકલ સામગ્રી પણ નકામી બની હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના વેરહાઉસની ઘોર બેદરકારી (Etv Bharat Gujarat)

GMSCL માં મેડિકલ સામગ્રી મોકલાય છે: રાજકોટ -મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ GMSCL એટલે કે, ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવતી દવાઓનો સંગ્રહ કરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ જામનગર અને મોરબી જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી દવાખાનાઓમાં વિવિધ દવાઓ, ઇન્જેક્શન, બાટલા, ઓઈન્ટમેન્ટ, સિરિંઝ સહિતની તમામ મેડિકલ સામગ્રી મોકલવામાં આવે છે.

રાજકોટમાં સરકારી દવા વરસાદમાં ઓગળી ગઈ (Etv Bharat Gujarat)

લાખો રુપિયાની દવા પાણીમાં પલળી: તાજેતરમાં આવેલા ભારે વરસાદ સમયે ગોડાઉન મેનેજર અને સ્ટાફ દ્વારા બેદરકારી દાખવી કિંમતી દવાઓને ગોડાઉનમાં રાખવાને બદલે બહાર ખુલ્લામાં ઉતારી દેતા હાલમાં લાખો રૂપિયાની દવા સહિતની સામગ્રી પાણીમાં પલળી જતા સરકારને લાખોની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લા માટેના ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાં સામે આવેલી ઘોર બેદરકારી મામલે સામે આવી છે.

ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના વેરહાઉસની ઘોર બેદરકારી (Etv Bharat Gujarat)

સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસનો આદેશ: ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડનું ગોડાઉન વિવાદમાં ઘેરાયું છે. ત્યારે હાલમાં લાખો રૂપિયાની દવા પલળી જતા સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે. જેમાં GMSCL ના ગોડાઉનની ઘોર બેદરકારીનો મામલે જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીની બાહેંધરી આપવામાં આવી છે. સ્થાનિક GMSCL ના નિષ્કળજીને લઈને તપાસ આવશે કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. વલસાડની હોસ્પિટલ્સ સેવા ભાવ ભૂલી !, આયુષ્યમાન કાર્ડ હોવા છતા 6 હોસ્પિટલ્સે બિલ ફટકાર્યા, અધિકારી નામ લેવામાં મૌન - Proceedings against 6 hospital
  2. કઠલાલમાં નનામી ચિઠ્ઠી દ્વારા લોકોને મળી ખંડણી, એક-બે નહીં સાત-સાત લોકોને ધમકી અપાઈ - extortion by letter in kathlal

ABOUT THE AUTHOR

...view details