જુનાગઢ:હવામાન વિભાગે જુનાગઢ શહેર અને જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છ. ત્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ બપોરના એક વાગ્યા સુધીમાં ધોધમાર તૂટી પડતા જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા. બપોરના 1:00 વાગ્યા સુધીમાં સૌથી વધુ જૂનાગઢ શહેરમાં પાંચ ઇંચ અને વંથલી તાલુકામાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા તમામ નદીનાળા અને જળાશયો છલકાય ઉઠ્યા છે.
જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટને પગલે ફરી એક વખત અતિ ભારે વરસાદ, સુરક્ષા હેતુ માટે માર્ગો બંધ - Heavy rain in Junagadh
હવામાન વિભાગ દ્વારા જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરના 1:00 વાગ્યા સુધીમાં સૌથી વધુ જૂનાગઢ શહેરમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. જાણો. Heavy rain in Junagadh
Published : Jul 20, 2024, 4:43 PM IST
માર્ગોને સુરક્ષા હેતુ માટે બંધ કરવાનો નિર્ણય:અતિ ભારે વરસાદને પગલે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ શહેરના માર્ગો પર ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ નાના મોટા જળાશયો નદીનાળા અને સરોવરો છલકી ઉઠ્યા છે. જુનાગઢમાં બીજી વખત ધોધમાર વરસાદ પડ્યો છે તેને કારણે જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય પંથકોના 70 કરતાં વધુ માર્ગોને સુરક્ષા હેતુ માટે બંધ કરવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મોટે ભાગે બંધ થયેલા જાહેર માર્ગો જુનાગઢના ગ્રામ્ય અને ઘેડ વિસ્તારના છે.
હજુ પણ વરસાદને પગલે રેડ એલર્ટ:અત્યાર સુધીમાં જુનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાના સરેરાશ વરસાદની સરખામણીએ 50 ટકા કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં જુનાગઢ જિલ્લામાં આવેલા ઓજત, વીયર, આણંદપુર, ભાખરવડ, વ્રજમી, બાટવા, ખારો સહિતના નાના-મોટા તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. હજુ પણ જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને પગલે જિલ્લામાં હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. પરિણામે એનડીઆરએફની એક ટીમને પણ જુનાગઢ શહેર અને જિલ્લામાં ડિપ્લોઇડ કરવામાં આવી છે.