ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારના રૂ. 616 કરોડ મેળવી ગુજરાતના 4,000થી વધુ વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણ્યા, જાણો કેવી રીતે?

ડૉ. બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 4% ના વાર્ષિક વ્યાજ દરે વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે.

4% ના વાર્ષિક વ્યાજ દરે આ યોજના હેઠળ મળી શકે છે વિદેશ અભ્યાસ માટેની લોન
4% ના વાર્ષિક વ્યાજ દરે આ યોજના હેઠળ મળી શકે છે વિદેશ અભ્યાસ માટેની લોન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 9:40 PM IST

ગાંધીનગર:ભારત દેશમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ આજ દિન સુધીમાં વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના કે વંચિત જૂથોના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે પોતાનું સપનું પૂરૂં કરી શકતા નથી. પરંતુ તેઓ તેમના સપના પૂર્ણ કરતા થયા છે.

તમને જણાવી દઈએ કે, વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થીક રીતે મદદ માટે ગુજરાત સરકારના સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત કરવામાં આવી છે. વર્ષ 1999થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 616 રોડથી વધુની લોન આપવામાં આવી છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે 4 %ના વાર્ષિક વ્યાજ દરે રૂપિયા 15 લાખની લોન આપવામાં આવે છે. આમ, આ યોજના હેઠળ ચાલુ વર્ષે 421 વિદ્યાર્થીઓને રૂપિયા 68 કરોડની લોન આપવામાં આવી છે.

આ યોજનામાં કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ લોન યોજના મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે. આ લોન મેળવવા માટે વિદ્યાર્થી ધોરણ-12 કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં 50 % કે વધુ માર્ક ધરાવતો હોવો જોઇશે. ઉપરાંત ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય એક થી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા બે સેમસ્ટરના સમયગાળા માટેના અભ્યાસક્રમો ધરાવતા વિદ્યાર્થી ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.

અગાઉ અનુસૂચિત જાતિ કુટુંબના માત્ર એક જ સંતાનને વિદેશ અભ્યાસ માટે લોન મળતી હતી, જોકે તેમ હવે સુધારો કરવામાં આવ્યો છે જે અનુસાર હવે એક જ કુટુંબના બે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નાનકડા ગામ એવા ચાટાવાડાના વિદેશ અભ્યાસ લોનના લાભાર્થી ધીરજ નટવરલાલ શાહ જણાવે છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોનની મદદથી તેનો વિદેશ અભ્યાસનો દ્વાર ખૂલ્યો છે. આ યોજનાના મદદથી તેનું વિદેશમાં MBBSના અભ્યાસમાં એડમિશન થયું છે.

આ પણ વાંચો:

  1. વિદ્યાર્થીઓના માથે ભાર ! દિવાળી વેકેશન છતાં શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરુ કર્યું, વિભાગે નોટિસ ફટકારી
  2. CBSE દ્વારા ધો. 10-12 પરીક્ષાની તારીખો જાહેર, અહીં જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

ABOUT THE AUTHOR

...view details