ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી દિવાળી પર્વની વિધિવત શરૂઆત : ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના મુહૂર્ત જાણો... - DIWALI 2024

દિવાળીના પર્વની વિધિવત રીતે શરૂઆત થઈ રહી છે. ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના મુહૂર્ત તથા પૂજા વિશે જાણો સમગ્ર માહિતી...

દિવાળી પર્વની વિધિવત શરૂઆત
દિવાળી પર્વની વિધિવત શરૂઆત (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 9:47 AM IST

જૂનાગઢ :આજથી વિધિવત રીતે દિવાળીના તહેવારની શરૂઆત થઈ રહી છે. ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના દિવસે કયા ચોઘડિયા અને કેવા મુહૂર્ત છે તેને લઈને જૂનાગઢના કથાકાર અને પંડિત નરેન્દ્ર વ્યાસે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ હિન્દુ પંચાંગ અને મુહૂર્ત તેમજ ચંદ્રની રાશિની તિથિ પ્રમાણે કેટલાક કથનો કર્યા છે. આ તહેવાર દરમિયાન પૂજા કરવાથી પ્રત્યેક વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે.

દિવાળી પર્વની વિધિવત શરૂઆત :સનાતન ધર્મમાં આવતા મોટાભાગના તહેવારોની ઉજવણી વિક્રમ સંવતનો પંચાંગ અને ચંદ્રની રાશિ પ્રમાણે થતી હોય છે. જેના કારણે તહેવારની શરૂઆત કેટલાક કિસ્સામાં અડધા દિવસથી લઈને બીજા દિવસે અડધા સમય દરમિયાન પૂર્ણ થતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના આ દિવસો આ જ પ્રમાણે છે. ચંદ્રની રાશિ પ્રમાણે તેરસના દિવસે દિવાળી બેસી જતી હોય છે. જેના કારણે તેરસ અને દિવાળીનો તહેવાર એક દિવસે આવી રહ્યો છે. આમ થવા પાછળનું કારણ હિંદુ પંચાંગની તિથિઓ કે જે ચંદ્ર પર આધારિત હોય છે, તેમાં બદલાવ થવાને કારણે થતો હોય છે.

ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના મુહૂર્ત જાણો... (ETV Bharat Gujarat)

લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન :દિવાળીના આ દિવસો દરમિયાન હોમ પ્રદોષ સાંજના સમયે લાગી રહ્યો છે. આ સમય દરમિયાન પૂજનનું પણ એક વિષેશ અને આગવું મહત્વ જોવામાં આવે છે. ગૌધુલિક સમયને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાંજના 6:02 વાગ્યાથી 7:44 કલાક સુધી દિવાળીના દિવસે ધન ધોવું, લક્ષ્મી પૂજનની સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે તો આટલું જ શુભ ફળદાયી માનવામાં આવે છે.

ઓહરા ચોઘડિયાનું વિશેષ મહત્વ :વિક્રમ સવંતમાં કોહરા ચોઘડિયા કરતાં પણ ઓહરાનું વિશેષ મહત્વ જોવા મળે છે. દિવાળીના દિવસે સાંજના 7:44 વાગ્યાથી 8:34 કલાક સુધી ઓહોરાનું વિશેષ મુહૂર્ત જોવા મળે છે, જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોઘડિયા યાત્રા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શુભ કાર્ય અને કોઈ પૂજા વિધિ માટે ઓહોરાનું મુહૂર્ત એકદમ શુભ છે. દિવાળીના દિવસે રાત્રે 7:05 થી 8:08 વાગ્યા સુધી તેમજ ગુરુની ઓહરા જે રાત્રે 11:57 થી શરૂ થઈને રાત્રીના 12:47 સુધી છે. આ સમયમાં નિશિતા પૂજાનું પણ ખૂબ જ મહત્વ જોવા મળે છે.

દિવાળીના દિવસે દીપ દાનનું મહત્વ :દિવાળીના દિવસે દીપ દાનનું પણ ખૂબ મહત્વ જોવા મળે છે. રાત્રે 8:34 વાગ્યે દીપ દાનનું શુભ મુહૂર્ત છે. દીપ દાનના દિવસે ઘરના ઉંબરાની બહાર ચોખા, ઘઉં, હળદર, પુષ્પ અને તેમાં માટીનું કોડિયું મૂકીને સરસવનો દીવો કરવાથી તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમ દેવતાની પૂજા કરવામાં આવે તો યમ દેવતા પ્રત્યેક પરિવારનું રક્ષણ કરતા હોવાની માન્યતા છે. દીપ દાનથી પિતૃ પણ ખૂબ જ હર્ષ અનુભવતા હોય છે, જેથી દિવાળીના દિવસે પૂજાની સાથે દીપ દાનનું પણ મહત્વ જોવા મળે છે.

  1. દિવાળી 2024 માં ક્યારે કરશો ધનતેરસની પૂજા? શું છે શુભ મુહૂર્ત ?
  2. સાવરકુંડલામાં 6 દાયકાથી દિવાળીની રાત્રે થાય છે આ અનોખુ યુદ્ધ...

ABOUT THE AUTHOR

...view details