અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ભાજપની લોક સંપર્ક સાથે ચૂંટણીની રણનીતિ તેજ થતી જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર વિધાનસભા વાઇઝ કાર્યાલયની શરુઆત કરી રહ્યા છે. પાલડી ખાતે દિનેશ મકવાણા દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ અમિત શાહે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. અગાઉ ભાજપે ચૂંટણીની જાહેરાત પૂર્વે મઘ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા હતા. ચૂંટણી જાહેરાત પૂર્વે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કાર્યાલય શરૂ કરાવ્યા હતા.
અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યું - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ભાજપની લોક સંપર્ક સાથે ચૂંટણીની રણનીતિ તેજ થતી જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર વિધાનસભા વાઇઝ કાર્યાલયની શરુઆત કરી રહ્યા છે. પાલડી ખાતે દિનેશ મકવાણા દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું
Published : Apr 17, 2024, 2:45 PM IST
ઉમેદવારી પત્ર બાદ ઉમેદવારે શરુ કર્યુ કાર્યાલય: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજથી દોઢ મહિના પહેલા દિનેશ મકવાણાની જાહેરાત થઈ હતી. તેઓએ જણાવ્યું કે, આજે પાર્ટીના આદેશ મુજબ મેં અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીના સાત વિધાનસભાની અંદર મુખ્ય કાર્યાલય મણિનગર ખોખરામાં ખોલવામાં આવ્યું હતું. અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોચ્યાં હતાં અને 12.39 ના શુભ મુહૂર્તમા જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભર્યુ હતું.