ગાંધીનગર: ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તારીખ 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
45 દિવસ સુધી ડિજિટલ ક્રોપ સર્વે કરાશે: હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 30 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તારીખ 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલા સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.