રાજકોટ : ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જૂન, 2023 માં એક 14 વર્ષની સગીરા સાથે થયેલ દુષ્કર્મ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદ બાદ આ કેસમાં આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આ અંગેનો કોર્ટ કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવીને ધોરાજી સેસન્સ જજે 20 વર્ષની સજા અને રૂપિયા 8000 નો દંડ કર્યો છે. આ સાથે વિકટીમ કંપેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવા હુકમ ફરમાવ્યો છે.
શું હતો મામલો ?:આ બનાવની વિગત એવી છે કે, ગત જૂન 2023 ના અરસામાં ભોગ બનનારના વાલીએ ફરિયાદ લખાવી હતી કે, આરોપી ધવલ સુરેશભાઈ કુડેચા તેમની 14 વર્ષની દીકરીને બાંધકામના ઇરાદે ભગાડી ગયો છે. આ બાબતે ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટરે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં ભોગ બનનાર અને આરોપીની ભાળ મેળવી લીધેલી હતી. પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધ્યા બાદ સગીરા સાથે આરોપીએ શરીર સંબંધ પણ બાંધ્યો હોવાથી દુષ્કર્મની કલમ તથા પ્રોક્સો એક્ટ મુજબ કલમ ઉમેરવાની દરખાસ્ત કરી હતી, જે રૂટિસિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરફથી મંજૂર કરવામાં આવી હતી.
દુષ્કર્મ કેસમાં આરોપીને સજા, પીડિતાના વળતર ચૂકવવા હુકમ (ETV Bharat Gujarat) સગીરાને ભગાડીને કર્યું દુષ્કર્મ :ઉપલેટા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ બાદ આ અંગેની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટ થતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખે આ બનાવમાં નોંધાયેલા તમામ પુરાવો ધ્યાને લીધા હતા. આ સાથે ફોરેન્સિક સાયન્સના એવિડન્સ, ભોગ બનનારની જુબાની અને આ જુબાનીને મેડિકલ એવિડન્સનું સમર્થન માની શકાય તેવું હતું. કારણ કે, ડોક્ટર આઝીલ જમીરભાઈ શેખની ભોગ બનનારની અને આરોપીની હિસ્ટ્રીને ધ્યાને લેતા આરોપીની ઉંમર વર્ષ 23 અને તેમણે નાની ઉંમરની ભોગ બનનારને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું પુરવાર થયું હતું.
આરોપીને સખત સજા :આ તબક્કે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી ધવલ સુરેશભાઈ કુડેચાને અલગ-અલગ કલમ હેઠળ રૂ. 8000 દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ આરોપીને 20 વર્ષની સજા અને ભોગ બનનારને વિકટીમ કંપેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવા હુકમ ફરમાવ્યો છે.
- નડિયાદ કોર્ટે સાળાની હત્યા કરનાર બનેવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી
- પોક્સોના ગુન્હાના આજીવન કેદ પામેલા આરોપીના જામીન મંજૂર, હાઈકોર્ટનો ચુકાદો