ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની સાંસદ સંપર્ક યાત્રા રેલી નીકળી - Dahod Lok Sabha candidate - DAHOD LOK SABHA CANDIDATE

દાહોદ લોકસભાની ચૂંટણીમાં દાહોદમાં અને ગુજરાતમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. દાહોદ શહેરી મતદારોને આકર્ષવા માટે ગુજરાત ભાજપે સાંસદ સંપર્ક યાત્રા રેલી કાઢી. બીજેપીએ પોતાના ઉમેદવાર સાથે દાહોદ નગરના મુખ્ય માર્ગો પર થઈને વગર ભ્રમણ કરીને પડાવ ખાતે આવેલ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરીને યાત્રાનું વિસર્જન કર્યુ હતું.

દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની સાંસદ સંપર્ક યાત્રા રેલી
દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની સાંસદ સંપર્ક યાત્રા રેલી

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 8:13 AM IST

દાહોદ:દાહોદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ સુમનભાઈ ભાભોર અને પ્રશાંત દેસાઇ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા સાંસદ સંપર્ક યાત્રા અંતર્ગત દાહોદ ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પુજા અર્ચના કરીને રેલી કાઢી હતી. ગોધરાના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હજારો સંખ્યામાં ઉપસ્થિત રહીને રેલી નીકળી હતી, જે ગોધરા રોડ થઇને એમ જી રોડ નગરપાલીકા ચોક દોલત ગંજ બજાર થઈને હનુમાન બજાર થઈને પડાવ આવેલ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના આરતી કરીને સાંસદ સંપર્ક યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સંપર્ક યાત્રા દરમિયાન સમર્થકો, વેપારીઓ, આગેવાનો, કાર્યકરો અને જનતાએ પુષ્પ વર્ષા ફુલહાર તિલક કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ સુમનભાઈ ભાભોરનું સ્વાગત કર્યું હતું.

જશવંતસિંહ ભાભોર

દાહોદ લોકસભા: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, આજે દાહોદ નગરના મુખ્ય બજારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનુ સ્વાગત કર્યું છે. ગ્રામજનો, નગરજનો, વેપારીજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફુલ વરસાદ કરીને ફૂલહાર કરીને ભવ્યથી ભવ્ય સ્વાગત કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કનૈયા કિશોરી ગોપી દેસાઈ અને આખી ટીમનો આભાર માનીએ છીએ. બીજી વાર લડવા જઈ રહ્યા છે ત્યારે ઐતિહાસિક સમર્થન અને લોકોનો ઉત્સાહ છે. આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી. ભવ્યથી ભવ્ય રેલી કાર્યકર્તાનું ઉત્સાહ અને ઉમંગે જે સન્માન અને સ્વાગત કરવા બદલ દાહોદ શહેરીજનોને ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર માનું છું.

દાહોદ લોકસભા

જનસંપર્ક યાત્રા:લોકસભાની ચૂંટણી 2024 માં રાજકીય પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સાંસદ જનસંપર્ક યાત્રાને ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો. તો સામે પક્ષે પણ કોંગ્રેસના ઉમેદવાર પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમને પણ જનતાનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. હવે જોવું રહ્યું કે, દાહોદની જનતા પોતાનો મતાધિકાર કોને આપશે અને કોને સત્તા પર લાવશે એ આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details