કચ્છ:હવામાન વિભાગ મુજબ 26મી મેના બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ભીષણ ચક્રવાતમાં ફેરવાઈને પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશના કાંઠાળ વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે અને તેની અસર ગુજરાત પર પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ચક્રવાતનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર સાયકલોન રેમલ 24મી મેથી 27મી મેની વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત પર પણ અસર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાતા આ ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે, હવામાન વિભાગની આગાહી - Relam cyclone forecast
હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે 26મી મેના પશ્ચિમ બંગાળના કાંઠાળના વિસ્તારમાં ચક્રવાત ત્રાટકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આવામાં બંગાળની ખાડીમાં સર્જાતા આ ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. Relam cyclone forecast
Published : May 24, 2024, 1:46 PM IST
50 કિ. મીની ઝડપે પવન ફુંકાવાની શકયતા: રેમલ ચક્રવાતની અસર કચ્છમાં શું રહેશે તે અંગે etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, આમ તો હાલમાં આ ચક્રવાતને લઈને કચ્છમાં કોઈ ડેવલપમેન્ટ નથી વર્તાઈ રહ્યું. પરંતુ કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. હાલમાં હિટ વેવની આગાહી છે તો 26મી મે બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
તાપમાનમાં જોવા મળશે ઘટાડો:આમ તો બંગાળના ઉપસાગરનો ચક્રવાત 26 મે સુધી તબાહી મચાવી શકે છે. પરંતુ, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. કચ્છમાં હાલમાં કોઇ વરસાદની સંભાવના વર્તાઈ રહી નથી પરંતુ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ચક્રવાતની અસરના કારણે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. જેમાં કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. ચક્રવાતના આગમન પહેલાં 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44થી 46 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.