ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ RTO ના નામે ફ્રોડ WHATSAPP મેસેજ કરીને સાઇબર ઠગોએ નકલી ઈ મેમો મોકલ્યા - Cybercriminals sent fake e memos - CYBERCRIMINALS SENT FAKE E MEMOS

નકલી RTOના ઈ મેમો મોકલી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા કારસો રચ્યો હૉવાની શકયતા છે. સાઈબર ઠગોનો આ નવો કીમિયો સામે આવ્યો છે. ટ્રાફિક ના ઈ મેમો મોકલી એકાઉન્ટ સાફ કરવાની નવો પેંતરો કર્યો છે. આવા મેસેજો આવતા ઘણા બધા લોકો RTO ખાતે પહોંચ્યા હતા. CYBERCRIMINALS SENT FAKE E MEMOS

આણંદ RTO ના નામે ફ્રોડ WHATSAPP મેસેજ કરીને સાઇબર ઠગોએ નકલી ઈ મેમો મોકલ્યા
આણંદ RTO ના નામે ફ્રોડ WHATSAPP મેસેજ કરીને સાઇબર ઠગોએ નકલી ઈ મેમો મોકલ્યા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 8:07 PM IST

આણંદ RTO ના નામે ફ્રોડ WHATSAPP મેસેજ કરીને સાઇબર ઠગોએ નકલી ઈ મેમો મોકલ્યા (Etv Bharat gujarat)

આણંદ:નકલી RTOના ઈ મેમો મોકલી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા કારસો રચ્યો હૉવાની શકયતા છે. સાઈબર ઠગોનો આ નવો કીમિયો સામે આવ્યો છે. ટ્રાફિક ના ઈ મેમો મોકલી એકાઉન્ટ સાફ કરવાની નવો પેંતરો કર્યો છે. આવા મેસેજો આવતા ઘણા બધા લોકો RTO ખાતે પહોંચ્યા હતા. આવો પેંતરો જોતા RTO અને સાઈબર ક્રાઇમ મુંઝવણમાં મુકાયા હતા. છેલ્લા ત્રણ માસથી આવા બનાવો બની રહ્યા હોવાની ચર્ચા છે. આ ફેક મેસેજમાં નકલી ચલણ નંબર સાથેના મેસેજમાં નીચે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસ આણંદ લખેલી લિંક આવતી હતી.

આણંદ RTO નો ડેટા હેક થયા હોવાની શક્યતા: આણંદમાં એકસાથે ઘણા બધા વાહનના માલિકો ને ઓનલાઈન ઈ મેમો આવ્યો છે. જેમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા મેમો મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમીક દ્રષ્ટિને કોઈ પણ વ્યક્તિને લાગે તે પ્રકારનો ઓનલાઇન આવેલો છે. આ મેસેજ કોઈ પણને પ્રાથમિક ભ્રમિત કરી દે તેવો WHATSAPPમાં મેસેજ આવેલ છે. જે બાદ RTO વિભાગ દ્વારા તે કોઈ દિવસ કોઈ ખાનગી એપ્લિકેશન થકી કોઈ પણ પ્રકારનું ચલણ અથવા મેમો નથી મોકલતું તે સ્પષ્ટતા કરવામાં આવી છે. જે સાબિત કરે છે કે, આ સાઇબર ઠગોનો કોઈ નવો કીમિયો છે, જેમાં સામાન્ય માણસોને ભોળવીને તેમને છેતરવા માટેનો ઓનલાઈન કારસો રચવામાં આવ્યો છે.

લોકોને મેસેજ સાથે લિંક મોકલાય છે: લોકોને મેસેજ સાથે એક એપ્લિકેશનની લિન્ક પણ મોકલવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરે તો તેનો મોબાઈલનો ખાનગી ડેટા હેકર્સના હાથમાં જતો રહેવાની અને ડિવાઇસ હેંગ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી હતી. સમગ્ર મામલે હાલ કોઈપણ ફરિયાદ આણંદ સાઈબર ક્રાઇમ પોલીસ મથકે આવો નથી. પરંતુ RTO કચેરી અને જનતા ના ઓળખીતા અધિકારીઓ સુધી આવી ઘટનાઓ પહોંચી હોવાની મૌખિક ખાતરી મળી છે.

આણંદના ARTO દ્વારા જનતાને સંદેશ:આણંદના ARTO એન.વી. પરમારે પણ જાહેર જનતા જોગ આવા સાઇબર ફ્રોડમાં ન ફસાવા અને આવા કોઇપણ એપ્લિકેશનને અથવા આપેલ લિંક પર ક્લિક ન કરવા સલાહ આપી છે. સાથે તેમના દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે કે, જ્યારે પણ કોઈ સંબંધિત વિભાગ કે અન્ય ખાતા ના નામને કોઈ આવો મેસેજ કે લિંક આવે તો પહેલા કચેરી ની રૂબરૂ મુલાકાત કરી આવેલ મેસેજ ની ખાતરી ચકાસણી કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવા સલાહ આપવામાં આવી હતી.

GJ 23 BL પાસિંગના વાહનોના માલિકોને આવે છે મેસેજ:હાલ આણંદમાં GJ 23 BL પાસિંગના વાહનોના માલિકોને WHATSAPP પર આ પ્રકારના ફ્રોડ મેસેજ એપ્લિકેશન લિંક સાથે આવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમનો કેટલો ડેટા હેકર્સ પાસે ગયો છે. તેને લઈને કોઈ ચોક્ક્સ માહિતી મેળવવા પામી નથી પરંતુ વિભાગ ની જાણ બહાર આ પ્રકારના નકલી ઈ મેમો મોકલી ખાનગી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવા પાછળ કોનો હાથ છે, તે અંગે પોલીસ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચા એ વેગ પકડ્યો છે.

  1. કૂવામાં રોટલો પધરાવી વરસાદ કેવો રહેશે તેવો અંદાજ મેળવતું જામનગરનું અનોખું ગામ આમરા, 400 વર્ષ જૂની પરંપરા - Jamnagar News
  2. ફરી વિવાદમાં આવી MS યુનિવર્સિટી : 200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સ્ટુડન્ટ યુનિયન મેદાને ઉતર્યું - MS University controversy

ABOUT THE AUTHOR

...view details