Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) બનાસકાંઠાઃ સાવચેત રહેજો કારણ કે, હવે એક નવી ટ્રીક અપનાવી સાયબર ફ્રોડ કરતી ટોળકી એક્ટિવ થઈ છે. જો તમે લાલચમાં આવ્યા તો તમારા બેંક ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ શકે છે. આ ટોળકી દ્વારા હવે ભાજપના સીનિયર કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપના સિનિયર મહિલા કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કુમુદબેન જોશીને પણ પીએમના અંગત સચિવના નામે વાત કરી બંગલો ભેટ આપવાની લાલચ આપવામાં આવી હતી.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) સમગ્ર ઘટનાક્રમઃ બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપના સિનિયર મહિલા કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કુમુદબેન જોશીને પણ પીએમના અંગત સચિવના નામે વાત કરી બંગલો ભેટ આપવાની લાલચ આપવામાં આવી હતી. ફોન પર વાત કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ પી.કે મિશ્રાના નામે વાત કરી હતી. ગઠીયાએ કહ્યું કે, ભાજપના સીનિયર નેતાઓને વડાપ્રધાન બંગલાની ભેટ આપી રહ્યા છે. જેમાં તમને પણ એક બંગલો આપવામાં આવી રહ્યો છે. આ વાત અન્ય કોઈને કહ્યા વિના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની માંગ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેની દેખરેખમાં 100 એકર જમીનમાં 5 કરોડની કિંમતના 100 બંગલા બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી એક બંગલો તમને ભેટ આપવામાં આવશે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) સાયબર ક્રાઈમમાં ફરિયાદઃ આ ટોળકી દ્વારા આવા ઘણા પ્રકારના કોલ કરી છેતરવાનો પ્રયાસ શરૂ કરાતા સાયબર ક્રાઈમ અમદાવાદ પણ એલર્ટ બની છે. જેથી આ નંબર પરથી જે કોઈ કોલ કરાયા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં કુમુદબેન જોશીને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંપર્ક કરી આ ફોર્ડ કોલ હોવાનું જણાવ્યું હતું. તેથી કુમુદબેન જોશીએ પાલનપુર સાયબર ક્રાઈમમાં ગઈકાલ 22 જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) ભાજપના સીનિયર કાર્યકર્તાઓ નિશાના પરઃ આ કિસ્સા પરથી એ સમજી શકાય છે કે, આ ટોળકી હવે ભાજપના સીનિયર કાર્યકરોને કોલ કરીને લાલચ આપી રહી છે. જેથી આવા કોઈ પણ કોલમાં અંગત માહિતી કે ડોક્યુમેન્ટ ન આપવા માટે સાયબર ક્રાઈમ દ્વારા અપીલ કરાઈ છે. આ ટોળકીની લાલચમાં કોઈ આવે તો તેના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા નીકાળવામાં માહિર છે આ ટોળકી. જોકે હવે ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ વડાપ્રધાનના અંગત સચિવના નામે છેતરપિંડી આચરનારા આવા સાયબર ફોર્ડ કરતા ગુનેગારો સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) - અધધ... 1.40 કરોડ ચાઉં કરી ગયા સાયબર ઠગ, જાણો મોડસ ઓપરેન્ડી - Cyber fraud
- Surat Cyber Crime : વેપારીની પત્ની સાથે હોટલ રીવ્યુ તથા બીટકોઈન ટાસ્ક પૂર્ણ કરવાની લાલચે થઇ ગયો સાયબર ફ્રોડ