ETV Bharat / state

ગીર પંથકમાં 24 કલાકમાં દીપડાના બે હુમલા, એકનું મોત - LEOPARD ATTACK

ગીર વિસ્તારના તાલાલા અને ગીર ગઢડા તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં દીપડાના હુમલાની બે ઘટના સામે આવી છે.

ગીર પંથકમાં 24 કલાકમાં દીપડાના બે હુમલા
ગીર પંથકમાં 24 કલાકમાં દીપડાના બે હુમલા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2025, 8:44 PM IST

જુનાગઢ: ગીર વિસ્તારના તાલાલા અને ગીર ગઢડા તાલુકામાં છેલ્લાં 24 કલાક દરમિયાન દીપડાનો આતંક સામે આવ્યો છે. ગીર ગઢડાના ફરેડી ગામમાં દિવાળીબેન જોગીયા નામના વૃદ્ધાને દિપડાએ શિકાર બનાવી હતી, તો બીજી તરફ તાલાલામાં ખેતી કામ કરી રહેલા યુવાન ખેડૂત પર દીપડાએ હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, એક જ દિવસમાં દીપડાના બે હુમલાથી ગીર પંથકમાં ભારે ચિંતા જોવા મળે છે

24 કલાકમાં ગીર પંથકમાં દીપડાના બે હુમલા

ગીર પંથક દીપડાના હુમલાથી પાછલા 24 કલાકમાં ભારે ભયમા જોવા મળી રહ્યું છે. ગીર ગઢડા તાલુકાના ફરેડી ગામમાં વૃદ્ધ મહિલા દિવાળીબેન જોગીયા પર રાત્રિના સમયે વાડી વિસ્તારમાં શિકારની લાલચમાં આવેલા દીપડા એ હુમલો કરતા તેમાં વૃદ્ધ દિવાળીબેન જોગીયાનું મૃત્યું થયું હતું, તો બીજી તરફ તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં આવેલા ખેતરમાં ખેતી કામ કરી રહેલા યુવાન ખેડૂત પર દીપડાએ ઘાત લગાવીને હુમલો કરતા ઘાયલ ખેડૂતને ગંભીર હાલતમાં કોડીનાર હોસ્પિટલે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, એક જ રાત્રિમાં દીપડાના બે હુમલા થતા વન વિભાગ પણ ચોંકી ગયું છે, અને જામવાળા રેન્જના વન વિભાગના અધિકારીઓએ બંને સ્થળે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવીને હુમલાખોર દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે

અચાનક દીપડાના હુમલામાં વધારો

તાલાલા અને ગીર ગઢડા વિસ્તાર કે જે જંગલને બિલકુલ નજીક આવેલો છે, આ વિસ્તારમાં 24 કલાકના સમયમાં દીપડા દ્વારા બે વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો અને ગામ લોકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. ફરેડા ગામની વૃદ્ધ મહિલાના ગળા પર દીપડાએ ખૂબ જ ગંભીર ઇજા કરી હતી. ત્યારબાદ ઘાયલ વૃદ્ધ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક આરોગ્ય ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો એ વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા.

તો બીજી તરફ તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામના યુવાન ખેડૂતને ખૂબ જ ગંભીર હાલતમાં કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આમ એક જ દિવસમાં દીપડાના હુમલામાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા આ વિસ્તારમાં દીપડાના ભયથી લોકો હવે થરથર કાપી રહ્યા છે.

  1. જૂનાગઢમાં પક્ષીઓ માટે ઉતરાયણ ખૂબ સારી રહી, પતંગની દોરીથી માત્ર 4 પક્ષીઓ ઘાયલ
  2. છેલ્લા 15 દિવસમાં આ સાતમી ઘટના, ફરી ગામમાં લટાર મારતા જોવા મળ્યો સિંહ પરિવાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.