ETV Bharat / state

અધધ... 1.40 કરોડ ચાઉં કરી ગયા સાયબર ઠગ, જાણો મોડસ ઓપરેન્ડી - Cyber ​​fraud - CYBER ​​FRAUD

નવસારીની એક મહિલા સાથે કરોડોનો સાયબર ફ્રોડ થયો છે. આ મહિલાને આરોપીઓએ ખોટા અરેસ્ટ વોરંટ, કોર્ટ નોટિસ અને RBI નો એકનોલેજમેન્ટ લેટર મોકલી ડરાવી ફક્ત પાંચ દિવસમાં 1.40 કરોડની છેતરપિંડી આચરી હતી. આ પ્રકરણમાં નવસારી જિલ્લા પોલીસે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 10 સાયબર આરોપીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

10 સાયબર આરોપી ઝડપાયા
10 સાયબર આરોપી ઝડપાયા (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 11:01 PM IST

નવસારી : દેશમાં સાયબર ગુનાઓ વધી રહ્યા છે. જેમાં લોન, લોટરી, ન્યૂડ કોલ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ બંધ થવા વગેરે બહાનાં આપી સાયબર ફ્રોડ કરતા ઠગોનું નેટવર્ક વિસ્તર્યું છે. જેમાં હવે CBI, પોલીસ અને કસ્ટમ વગેરે સુરક્ષા એજન્સીના નામે ફોન કરીને ડિજિટલ અરેસ્ટ કરીને પણ કરોડો રૂપિયાની છેતરપિંડી થયાના બનાવ સામે આવ્યા છે. આવો જ એક મામલો હાલ નવસારીમાં બન્યો છે.

ડિજિટલ અરેસ્ટ બાદ સાયબર ફ્રોડ : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાની એક 39 વર્ષીય મહિલા ડિજિટલ અરેસ્ટ થઈ સાયબર ફ્રોડની શિકાર બની છે. ગત 17 એપ્રિલના રોજ મહિલાના પતિના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેના વ્યક્તિએ દિલ્હી કસ્ટમ ઓફિસમાંથી પ્રવીણ પાંડે હોવાની ઓળખ આપી હતી. તેણે જણાવ્યું કે, મહિલાએ દિલ્હીથી બનાવટી પાસપોર્ટ, આઇડી કાર્ડની કોપી, એટીએમ કાર્ડ તેમજ પેન્ટ અને શર્ટનું પાર્સલ કંબોડિયા મોકલ્યું હતું, એ પકડાયું છે.

1.40 કરોડ ચાઉં કરી ગયા સાયબર ઠગ (ETV Bharat Reporter)

CBI અને પોલીસના નામે ફ્રોડ : મહિલાએ કોઈ પાર્સલ મોકલ્યું ન હોવાનું જણાવતા કસ્ટમ ઓફિસરે દિલ્હીના વસંત વિહાર પોલીસ સ્ટેશનનો નંબર આપી ફરિયાદની વિગત આપી હતી. જેથી મહિલાએ વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં ફોન કરતા તેના વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો હોવાનું ઇન્સ્પેક્ટર યશદીપ માવીએ જણાવ્યું હતું. 17 એપ્રિલથી 24-25 એપ્રિલ સુધી ઇન્સ્પેક્ટરે મહિલાને અલગ અલગ વાત કહી અને બાદમાં તેનો કેસ CBI માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું જણાવી CBI ડેપ્યુટી ડિરેક્ટર સાથે વાત કરાવી હતી.

પાંચ દિવસમાં 1.40 કરોડ ચાઉં : CBI ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે વાત કરનારે પ્રથમ તો મહિલાને ગભરાવી તેની પાસે કેટલી મિલકત છે, કેટલું ઈન્વેસ્ટમેન્ટ છે એ તમામ માહિતી મેળવી લીધી હતી. સાથે જ કામગીરી પર વોચ રાખી રહ્યા હોવાનું જણાવી તેને ડિજિટલ અરેસ્ટ પણ કરી રાખી હતી. ઠગબાજોની જાળમાં ફસાયેલી મહિલાએ મ્યુચ્યુઅલ ફંડમાં દોઢ કરોડ રૂપિયા હોવાનું પણ જણાવી દીધું હતું. જેથી CBI ના નામે ફોન કરનારે ઇન્વેસ્ટમેન્ટ વાઈટના રૂપિયાનું છે કે કેમ એ ચકાસવાના નામે મ્યુચ્યુઅલ ફંડમાંથી તેના પર્સનલ એકાઉન્ટમાં દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

અલગ અલગ એકાઉન્ટથી વ્યવહાર : બાદમાં RBI ના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવી પ્રથમ 50 લાખ, પછી 40 લાખ અને બાદમાં 35 લાખ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં મહિલાને ધરપકડ કરવાની ડર બતાવી CBI ના ઉચ્ચ અધિકારીને 15 લાખ રૂપિયા આપવા પડશે તો કેસમાંથી છુટકારો મળશે, નહીં તો મોકલેલા 1.15 કરોડ રૂપિયા સરકારમાં જમા થઈ જશે, તેવો ડર બતાવ્યો હતો. જેથી મહિલાએ 15 લાખ રૂપિયા મોકલ્યા હતા.

સાયબર ગેંગની મોડસ ઓપરેન્ડી (ETV Bharat Reporter)

આખરે છેતરાયાની ભાન થઈ : બાદમાં વધુ દસ લાખ રૂપિયા માંગતા મહિલા પોતે છેતરાઈ રહી હોવાનું ભાન થયું હતું. મહિલાએ 14 મેના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી. જોકે ત્યાં સુધીમાં મહિલા પાંચ દિવસમાં ઠગબાજોને 1.40 કરોડ રૂપિયા અલગ અલગ ત્રણ બેંકમાં RTGS દ્વારા મોકલી ચૂકી હતી. સમગ્ર મુદ્દે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકે 25 મેના રોજ અજાણ્યા ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં નવસારી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમ પોલીસ સાથે નવસારી LCB, SOG તેમજ અન્ય પોલીસ મથકોના અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી.

10 સાયબર આરોપી ઝડપાયા : પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં તપાસ આરંભી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને ગુજરાતના સુરતના સંતોષ લાડુમોર, પ્રતિક પટેલ, વિવેક પટેલ, રાજસ્થાન જયપુરના અમરજીત સિસોદિયા, મનીષ ભેરવી, જોધપુરના મનોહર પ્રજાપત, રવિ જહાંગીર અને નાગોર ગજેન્દ્રસિંહ ભાટી તેમજ ઉત્તર પ્રદેશ ઝાંસીના યશરાજ ડાંગી અને હર્ષિત ત્રિવેદીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ કબજે લીધા બાદ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, મુખ્ય આરોપી કોણ છે અને નેટવર્ક કેવી રીતે ચાલતું હતું સહિત મહિલાને કેવી રીતે ફસાવી આ તમામ મુદ્દે તપાસ શરુ કરી છે.

સાયબર ગેંગની મોડસ ઓપરેન્ડી : આ સાયબર આરોપીઓનું એક મજબૂત નેટવર્ક અલગ અલગ રાજ્યોમાં ચાલી રહ્યું છે. જેમાં ટાર્ગેટ નક્કી કર્યા બાદ નેશનલ અને ઇન્ટરનેશનલ કોલ જમ્પ કરાવી વાત કરવામાં આવે છે. જેની સાથે ટાર્ગેટને એક બેંક એકાઉન્ટ અપાય છે, પરંતુ તેમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. આ મહિલાના કેસમાં પણ પોલીસના ધ્યાને 35 બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું જણાયું છે. સાથે જ પોલીસ નેટવર્કના ચોથા લેયર સુધી પહોંચી છે. પણ નેટવર્કનો મુખ્ય માસ્ટર માઈન્ડ કોણ છે ત્યાં સુધી પહોંચવા હજી પણ મથામણ ચાલી રહી છે.

  1. સાવધાન ! પોલીસનો ડર બતાવી રુપિયા ખંખેરતા ઠગોએ જાળ પાથરી, સુરત પોલીસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
  2. AC ખરીદતા પહેલા ચેતજો! દેહરાદૂનમાં એક વ્યક્તિ સાથે AC લગાવવાના નામે 12 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.