ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 8:38 AM IST

ETV Bharat / state

રાજકોટમાં કોર્ટે લાંચિયા ફાયર ઓફિસરને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા - ACB caught Fire Officer

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી અને નાના બાળકો સહિત મોટી જાનહાની થઈ આ ઘટનાના પરિવારજનોની પીડા કરતા લાંચિયા અધિકારીઓની લાલચ બહુ મોટી છે. માનવતા પણ આપણે ભૂલી જઈએ એવી તો કેવી લાલસા આ પ્રશ્ન આપને આ અધિકારીની હરકતો પરથી જરૂર ઊભો થશે. આ અધિકારીને હાલ લાંચના મામલે કોર્ટે રિમાન્ડ આપ્યા છે. Rajkot TRP fire

લાંચિયા અધિકારીના રિમાન્ડ મંજુર
લાંચિયા અધિકારીના રિમાન્ડ મંજુર (Etv Bharat Gujarat)

રાજકોટઃરાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને તેમાં 27 લોકો મોત થયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાનું મુકતા નથી. હાલમાં વધુ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયો હતો. ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માગી હતી. જેનો બીજો હપતો 1.80 લાખ લેવા જતા તે પોતે રંગે હાથ ઝડપાયો હતો. જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાનડ મંજુર કર્યા છે.

સરકારી વકીલ એસ.કે.વોરાએ કોર્ટમાં કેવી રીતે મેળવ્યા રિમાન્ડ (Etv Bharat Gujarat)

કેવી રીતે ઝડપાયો હતો આ અધિકારી?

બનાવની મળતી વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર ACBએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્ય હતા. ACB પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે NOC આપવા 3 લાખની લાંચ માગી હતી, જોકે ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેમણે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની ફરિયાદ બાદ જામનગર ACBએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1.80 લાખ આપવા કહ્યું હતું. આ દરમિયાન અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણાં સ્વીકારતા જ જામનગર ACBએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે મામલે ગઈકાલે ઝડપાયેલા ફાયર ઓફિસર અનિલ મારુ આજે કોર્ટમાં ચાર દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા તેના 3 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

  1. વલસાડના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વધુ 21 ચરસના પેકેટ મળી આવ્યા - 21 packets of charas found
  2. ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ સરકારની શિક્ષાત્મક કાર્યવાહી, 134 શિક્ષકો બરતરફ - Controversy of teacher absenteeism

ABOUT THE AUTHOR

...view details