ETV Bharat / state

કચ્છમાં વધુ એક ભૂકંપનો આંચકો, રાપર વિસ્તારમાં 4.0 તીવ્રતાથી ધરતી ધ્રુજી - EARTHQUAKE IN GUJARAT

હાલમાં જ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરો જિલ્લાઓના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યાને થોડા જ દિવસો થયા છે ત્યાં વધુ એક ઝટકાથી લોકો ચિંતિત.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 10:15 PM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે રાત્રે 8:18 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. રાત્રીના 8:18 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના અમદાવાદ, પાલનપુર, અંબાજી સહિત ઘણા વિસ્તારોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જેની તિવ્રતા 4.2 હોવાનું સામે આવ્યું હતું. હજુ તો ગયા શુક્રવારે જ ભૂકંપનો આંચકો ગુજરાતની જનતાએ અનુભવ્યો હતો ત્યાં વધુ એક વાર ધરતી ધ્રુજતા લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે.

4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે રાત્રે 8:18 કલાકે 4.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર વેસ્ટ, સાઉથ - વેસ્ટમાં નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો

ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલા ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. આજે સોમવારે રાત્રે ફરી પૂર્વ કચ્છના રાપર વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો જેની અસર ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં નોંધાઈ હતી.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય

કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. જૂનાગઢ: મળો યોગના મહારથીને, જેણે 25 વર્ષથી યોગને બનાવ્યો જીવનનો ભાગ
  2. આવતીકાલે અમિત શાહ સાબરકાંઠાના આંગણે, અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું કરશે લોકાર્પણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.