ETV Bharat / state

સુરતમાં 55 લાખના ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા, દેવું ચૂકવવા નશાખોરમાંથી પેડલર બની ગયા! - MD DRUGS CAUGHT

આરોપીઓ પાસેથી 554.82 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો હતો.

આરોપીઓ પાસેથી પકડાયેલા ડ્રગ્સની તસવીર
આરોપીઓ પાસેથી પકડાયેલા ડ્રગ્સની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 11:00 PM IST

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સચીન કપલેથા ચેક પોસ્ટ પરથી 55.48 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયેલી ત્રિપુટીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની તપાસમાં સૈયદપુરાના પેડલર શાહનવાઝે આરોપીઓને ડ્રગ્સ લેવા મુંબઈ મોકલ્યા હતા. શાહનવાઝે આ યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા હતા. પકડાયેલા યુવકોએ ઉધાર ખરીદેલાં ડ્રગ્સના નાણાં પરત કરવા અને ઝડપથી રૂપિયા કમાવીને હાઈફાઈ લાઈફ સ્ટાઈલ સંતોષવા ડ્રગ્સની ખેપના રવાડે ચઢાવ્યાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.

ઉધારના ડ્રગ્સનું દેવું ચૂકવવા પેડલર બન્યા
શહેરના સચીન કપલેથા પાસે હોન્ડા સીટી કારને આંતરી ઈરફાન મહંમદ ખાન પઠાણ, મહંમદ તૌસીફ ઉર્ફે કોકો મહંમદ રફીક શાહ અને અસફાક ઇરશાદ કુરેશીને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી 554.82 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો હતો. એમ.બી.એ.ના વિદ્યાર્થી તથા કાપડના વેપાર સાથે સંકળાયેલાં આ યુવાનોએ રિમાન્ડ દરમ્યાન કબુલાત કરી હતી કે તેઓ સૈયદપુરાના પેડલર શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલીયા પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. ક્યારેક તે તેમને ઉધાર માલ આપતો હતો. ઉધારનું દેવું ચૂકવવા અને હાઈફાઈ લાઇફ સ્ટાઇલ માટે ઝડપથી નાણાં આ ધંધામાંથી મળશે તેમ કહી તેમને મુંબઈ નાલાસોપારાના અજય ઠાકુર પાસે ડ્રગ્સ લેવા મોકલ્યા હતા.

થોડા દિવસ પહેલા 97 લાખનુ ડ્રગ્સ પકડાયું હતું

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા હજીરા-સાયણ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચને બાઇકમાંથી 97.37 લાખનું એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસને જોઇને બાઇક ચાલક અને અન્ય એક વ્યક્તિ દિવાન શેરડીના ખેતરમાં છુપાઇ ગયા હતા. છ કલાકના સર્ચ બાદ બંનેને પકડયા હતા. આ બંનેના પણ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એફ.એસ.એલ.માં પકડાયેલો જથ્થો એમ.ડી. ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ બંને તેમની પાસેથી પકડાયેલું ડ્રગ્સ નહિ પરંતુ આજીનો મોટો અને ફટકડી હોવાનું રટણ કર્યે રાખ્યું હતું.

આ પણ વાંચો:

  1. વડોદરામાં ગુનેગારો બેફામ બન્યા! પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યા
  2. અમદાવાદમાં ફાયરિંગ કરી હત્યા કરવાના મામલે પોલીસને મળી સફળતાઃ રાજસ્થાનમાં 1 વર્ષ પહેલા થયેલી હત્યાનું શું છે કનેક્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.