અમદાવાદઃદસ દિવસ અગાઉ ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલામાં આવેલ એગ્રો પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજથી 5 કર્મચારીઓના મોત થયા હતા. હજી આ ઘટનાનો દસ દિવસ થયા છે ત્યારે અમદાવાદમાં ગેસ ગણતરના કારણે બે મજૂરોના મોતનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ ગળતર થવાના કારણે નવ લોકોને અસર થઈ હતી. તેમાંથી બે મજૂરોના મોત થયા છે અને સાત હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં બધા મજૂરો દાખલ છે તેમાંથી ચાર લોકોની હાલત ગંભીર બતાવવામાં આવે છે. નારોલ ગેસ ગળતર દુર્ઘટના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
નારોલ દુર્ઘટના મામલે કોંગ્રેસે કર્યા ચોંકાવનારા ખુલાસા (Etv Bharat Gujarat) શું કહ્યું કોંગ્રેસેઃ આ ઘટના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ જણાવ્યું હતું કે, ગઈકાલે નારોલની દેવ સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરની એ ખૂબ જ દુઃખદ ઘટના થઈ અને ત્યાં બે લોકોને મોત થયા 4 લોકો અત્યારે પણ વેન્ટિલેટર પર છે અને બીજા લોકોની પણ સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં નવ લોકો અસરગ્રસ્ત થયા હતા. હું ગઈકાલે પણ જ્યારે ઘટના બની હતી ત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ અમે એલજી હોસ્પિટલમાં પણ દર્દીઓને મળવા માટે ગયા હતા અને આજે સવારે આ ઘટના વિશે અમે આવેદનપત્ર પણ આપ્યા હતા.
કોંગ્રેસનો મોટો આક્ષેપઃ તેમણે કંપની વિશે વિસ્ફોટક વાત કરતા જણાવ્યું હતું કે, આ દેવી સિન્થેટિક નામની જે કંપની છે આ કંપની સામે સ્થાનિક લોકો દ્વારા છેલ્લા ચાર મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ ખાતું અને ગુજરાત પોલ્યુશન બોર્ડનું હેલ્થ ખાતું આ બંને સંસ્થાઓ દ્વારા કોઈ જાતની કાર્યવાહી આ કંપની વિરુદ્ધ કરવામાં આવી નથી. આ કંપની બાબતે માહિતી જ્યારે અમે મંગાવી ત્યારે ચોંકાવનારા ખુલાસાઓ થયા કાસ્ટિક સોડાના મિશ્રણથી આ ઘટના બની હતી, જેના કારણે આટલા લોકોના મૃત્યુ થયા હતા. અમે જ્યારે માહિતી માંગી કે દેવી સિન્થેટિકમાં ETP પ્લાન્ટ કેટલા લીટરની GPCB દ્વારા પરમિશન આપવામાં આવેલી છે. તેમાં અમને જવાબ મળ્યો કે દેવી સિન્થેટિકમાં ETP પ્લાન્ટ કેટલા લીટરનું GPCB દ્વારા પરમિશન આપવામાં આવી છે તે અંગે CCA ની કોપી બીડાણ 1 કરેલી છે. બીજું ETP માં ન્યુટ્રલાઈઝેશન હેતુ માટે વપરાશમાં લેવાતા સ્ટેન્ડ એસિડ PAC માટે એકમ દ્વારા રુલ્સ નંબર 9ની મંજૂરી મેળવેલી નથી. એટલે આ કંપની પાસે રૂલ 9ની મંજૂરી નથી.
તેમણે કહ્યું કે, જો ખરેખર આવું છે તો આની ઉપર એક્શન લેવાની હતી પણ GPCB દ્વારા કોઈપણ એક્શન લેવામાં આવી નથી. એટલે કાલે આ દુખદ ઘટના બની. એટલે જે લોકો આ ના જવાબદાર છે એમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે જ તેમનેે વળતર આપવામાં આવે.
આ ઘટનામાં મૃતકના નામ લવકુશ મિશ્રા (age 17) કમલ કુમારી યાદવ (age 26) છે. ઉપરાંત મહેફૂઝ અન્સારી ઉમર 42 વર્ષ, મહેન્દ્રભાઈ ઉમર 50 વર્ષ, ઈશાક ખાન ઉમર 25 વર્ષ, મંગલ સિંગ ઉમર 56 વર્ષ, અશોકભાઈ ઉંમર 56 વર્ષ અને માલજીભાઈ ઉંમર 59 વર્ષ સારવાર હેઠળ છે.
- રાજકોટ: પુત્રને સ્તનપાન કરાવતી મહિલા પર દીવાલ પડી, માતા અને 1 વર્ષના બાળકનું કરુણ મોત
- કચ્છ: એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ કરવા માલધારીઓએ બાંયો ચડાવી, કલેક્ટરને કરી રજૂઆત