ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 3 નવા જિલ્લા બનાવવાની વિચારણા, નવા 3 જિલ્લા ઉમેરાતા રાજ્યમાં થશે 36 જિલ્લા - Consideration of 3 new districts

રાજ્યમાં નવા 3 જિલ્લાઓ બની શકે છે. નવા 3 જિલ્લાઓ માટે સરકાર લેવલે વિચારણા ચાલી રહી છે. બનાસકાંઠા અને કચ્છમાંથી નવા જિલ્લા માટે થઈ શકે છે. પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની વિચારણા છે. Consideration of 3 new districts

રાજ્યમાં 3 નવા જિલ્લા બનાવવા અંગે વિચારણા
રાજ્યમાં 3 નવા જિલ્લા બનાવવા અંગે વિચારણા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 8:23 PM IST

ગાંધીનગર: રાજ્યમાં નવા 3 જિલ્લાઓ બની શકે છે. નવા 3 જિલ્લાઓ માટે સરકાર લેવલે વિચારણા ચાલી રહી છે. મોટો વિસ્તાર ધરાવતા બનાસકાંઠા અને કચ્છમાંથી નવા જિલ્લા માટે થઈ શકે છે. પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની વિચારણા છે.

3 નવા જિલ્લાઓ બનવાથી 36 જિલ્લાઓ થઇ શકે: મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક ભાગો ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે. નવા 3 જિલ્લાઓનું નિર્માણ થશે તો 36 જિલ્લાઓ થઇ શકે છે. છેલ્લે 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લાઓ જાહેર કર્યા હતા. રાજ્યમાં નવા 3 જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નવા 3 જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે.

રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે વિચારણા: રાજકીય વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત 3 નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર 3 નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાઇ શકે છે.

2013માં 7 નવા જિલ્લાની રચના કરાઇ હતી:જ્યારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરીને વડનગર જિલ્લો બની શકે છે. તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે. નવા જિલ્લાની રચના માટે હજી તો વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં 2013માં 7 નવા જિલ્લાની રચના કરાઇ હતી જેથી ગુજરાતમાં હાલ 33 જિલ્લા અસ્તિત્વમાં છે. હવે જો નવા જિલ્લા ઉમેરાય તો જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ શકે છે.

આ પણ વાંચો:

  1. અનામતમાં અસમાનતા મુદ્દે ગેનીબેન ઠાકોરનો PM મોદીને પત્ર, ભાજપે આપ્યો આ જવાબ, ગરમાયું રાજકારણ - congress mp geniben wrote letter
  2. એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય, ગીર આસપાસનો વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર - PROTECT ASIATIC LIONS

ABOUT THE AUTHOR

...view details