ગુજરાત

gujarat

ETV Bharat / state

"પેપર ફૂટ, બ્રિજ તૂટે પણ ભાજપના માનીતા માલામાલ થાય" : શક્તિસિંહ ગોહિલ - CONGRESS MEETING IN JAMNAGAR

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના યજમાન પદે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અને 2 મહાનગરપાલિકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અગત્યની બેઠક યોજાઇ હતી.

જામનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ
જામનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 8:48 AM IST

જામનગર: હાલમાં જ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના યજમાન પદે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અને 2 મહાનગરપાલિકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગરમાં એક અગત્યની બેઠક યોજાઇ હતી.

શક્તિસિંહે તાક્યું નિશાન?: આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વિચારણા કરવામાં આવી હતી. બેઠક પૂર્વે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી.

જામનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ (ETV BHARAT GUJARAT)

ખેડૂતોના મુદ્દાઓ ઉપાડ્યા :શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, જામનગરના ખેડૂતોની ફરિયાદ મળી છે કે, ભાજપે કહ્યું હતું અમે ખેડૂતોની આવક બમણી કરીશું. પરંતુ હાલ ખેડૂતની મગફળીની કિંમત ઘટી છે અને તેલનો ભાવ વધ્યો છે. જેનું કારણ GST અને સરકારના માનીતા લોકો દ્વારા થતું શોષણ છે.

બેઠકમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત?જામનગર શહેર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજયસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, દંડક ધારાસભ્ય શેલેષ પરમાર, સૌરાષ્ટ્રના પ્રભારી, માજી ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ અને પ્રદેશ આગેવાનો જામનગર ખાતે 3 જિલ્લાની આગેવાન મીટિગમાં હાજરી આપવા જામનગર આવી પહોંચ્યા હતાં.

ભાજપે કરેલા દબાણ દૂર કરશે?તાજેતરમાં થયેલાં ડિમોલીશન અંગે સરકારની કામગીરી ભેદભાવભરી હોવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો અને જણાવ્યું હતું કે, મોટા માથાઓ અને ખાસ કરીને ભાજપના સમર્થક હોય, તેવા લોકોના મસમોટા દબાણો હટાવાતા નથી. જ્યારે નાના-મોટા ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓના દબાણો તોડી પડાય છે.

આ પણ વાંચો:

  1. ગુજરાતની બીજા ક્રમની હોસ્પિટલમાં આવી ઘટના! જામનગરમાં દર્દીને સ્ટ્રેચર પર લઈ જતા લીફ્ટમાં અટવાયા
  2. નિવૃત્ત આર્મીમેન સાથે સાયબર ફ્રોડ, નવી ટ્રિકથી ખાતામાં 11 કરોડ બતાવીને 1.81 કરોડ પડાવી લીધા

ABOUT THE AUTHOR

...view details